Posts

Showing posts from May, 2021

મગ અને ચણાના લોટની પાપડી

Image
           મગ અને ચણાના લોટની પાપડી By:  Dietician  (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી  ચણાનો લોટ એક કપ  મેંદો પા કપ બાફેલા મગ પા કપ મીઠું સ્વાદ અનુસાર  હિંગ ચપટી વરિયાળી અડધી ચમચી  હળદર પા ચમચી  ગરમ મસાલો અડધી ચમચી  લાલ મરચું એક ચમચી  અજમો અડધી ચમચી આદુ લસણની પેસ્ટ એક ચમચી  ચાટમસાલો અડધી ચમચી  તેલ જરૂર મુજબ   રેસિપી  1) સૌ પ્રથમ ચણાના  લોટમાં મેંદો મિક્સ કરી ચાલી લ્યો . તેમાં બાફેલા મગ પા કપ , મીઠું, હિંગ, વરિયાળી,  હળદર, ગરમ મસાલો, મરચું, અજમો, આદુ લસણ ની પેસ્ટ, અને એક ચમક તેલનું મોણ નાખી બાફેલા  મગ ભેળવી નરમ લોટ બાંધો. 2) ત્યારબાદ તેમાંથી લુઆ લઇ પુરી વણો. દરેક પુરી પાર કાંટાથી કાણા પાડો . 3) ત્યારબાદ એક કડાઈમાં તેલ મુકો, તેલ ગરમ થાઈ પછી બનાવેલ પુરી તેલમાં ધીમી આંચે તળો. 4) ત્યારબાદ તેના પર ચાટમસાલો ભભરાવો. ઠંડી થાય એટલે એરટાઈટ કન્ટેનરમાં ભરી લો.  તૈયાર છે મગ અને ચણાના લોટની પાપડી.