Posts

Showing posts from September, 2023

તુવેર દાણા અને મેથી નું શાક....

Image
By:   Dietician   ( Apex Diabetes Thyroid Hormone Clinic ) સામગ્રી  200 ગ્રામ મેથી 1બાઉલ તુવેર દાણા 2-4 કળી લસણ ચપટી હળદર   1/4 ચમચી ધાણા જીરુ  તેલ વઘાર માટે 1 દેશી લાલ નાનું ટામેટું  ચપટી હીંગ પાણી જરૂર મુજબ.. રેસિપી   1. સૌ પ્રથમ મેથીના પાન વીણી લો. પછી તુવેરને પણ ફોલી લો.    2. ત્યારબાદ મેથી ની ભાજી અને તુવેરના દાણા પાણી થી સાફ કરવા.  3. ત્યારબાદ કડાઈમાં તેલ મૂકીને લસણની કળી, હિંગ, ભાજી અને દાણા ઉમેરો. પછી થોડી વાર સાંતળવા દો.  4. પછી ચમચાથી શાક ને હલાવો.    5. પછી તેમા હળદળ, ધાણાજીરું અને સ્વાદઅનુસાર મીઠું ઉમેરો, તેમાં એક નાનું દેશી સમારેલું ટામેટું ઉમેરો.  6. પછી શાકમાં દાણા ચડે એટલું પાણી ઉમેરીને વરાળથી ચડવા દેવું. તો તૈયાર છે દાણા મેથી નું શાક.  7. તો આ શાક બાજરીના રોટલા, લાલ મરચાંના અથાણું, રાયતા કેરડા, અને હળદર સાથે પીરસી એ છે.  8. જે ખાવામાં બહુ મજા આવશે. ફાયદાઓ :- ૧. તુવેર દાણામાં અને મેથીમાં ઓછી કેલરી હોય છે. ૨. મેથી વજન ઘટાડવામાં મદદ કરે છે ૩. મેથી ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે ૪. મેથી પાચનને પ્રોત્સાહન આપે છે ૫. હૃદય માટે સારું ૬. મેથી કેલ્શિયમ અને મેગ્નેશિયમથી સમૃદ્ધ છે જે

હેલ્થી (મિલેટ) કિન્વા ખીચડી / Healthy (millet) Kinwa Khichdi

Image
    By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)  👇  સામગ્રી :- ૧/૩ કપ બ્રાઉન બાજરી ૧/૪ કપ પીળો મગ અને મસૂર ૧ મોટી ચમચી ઘી ૧/૨ મોટી ચમચી જીરું ૨ લાલ મરચાં ૨ લવિંગ ૧/૪ નાની ચમચી હીંગ ૧/૨ કપ સમારેલી ડુંગળી ૧ નાની ચમચી આદુ લસણની પેસ્ટ ૧/૨ કપ સમારેલા ટામેટા ૧ ૧/૪ નાની ચમચી મીઠું ૧ નાની ચમચી હળદર ૧ નાની ચમચી લાલ મરચું પાવડર ૧ કપ મિશ્ર શાકભાજી ૨ કપ પાણી ૧/૪ કપ સમારેલી તાજી કોથમીર બનાવવાની રીત :- 1.) એક કૂકર માં તેલ મૂકી ગરમ થાય એટલે જીરું, અને લાલ સૂકું મરચું , બીજા ગરમ મસાલા નાખી સાતળવું. 2.) ત્યારબાદ ડુંગળી, ટામેટાં લસણ આદુ ની પેસ્ટ નાખી બદામી કલર થાય ત્યાં સુધી સાંતળવું. 3.) હવે બ્રાઉન મીલેટ/ કીનવા નાખી જરૂર મુજબ મીઠું, હળદર, મસાલા નાખી હલાવીને 2 ગ્લાસ પાણી નાખી,       3,4 વિસલ કરવી,  4.) તૈયાર છે બ્રાઉન મીલેટ ખીચડી ...