Posts

Showing posts from June, 2023

સ્પ્રાઉટ અપ્પમ.. / SPROUTS APPAM ....

Image
                         By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)  સામગ્રી   :- 2 કપ મગ  1/2 કપ અડદ દાળ ૪-૫ આદું ટુકડા ૨-૩ મરચાં ૧૦-૧૨ મીઠા લીમડાના પાન ૧/૨ કપ ડુંગળી ૧/૨ ચમચી બેકિંગ સોડા / ઈનો મીઠું, હિંગ સ્વાદાનુસાર પદ્ધતિ  :- 1.) સૌપ્રથવાર મગ ને પલળીને ફણગાવી દેવા. 2.) ત્યારબાદ ફણગાવેલા મગ માં સ્વાદાનુસાર મીઠું, હિંગ, મરચાં, આદું નાખી ખીરુ તૈયાર કરવું. 3.) ત્યારબાદ ખીરામાં ડુંગળી, કોથમીર નાખી તૈયાર કરવું, હવે તેમાં ઉપર ૧/૨ ચમચી ઈનો નાખી ૧/૨ લીંબુ  નીચવી ફેટી લેવું . 4.) હવે અપ્પમ નોનસ્ટિક માં તેલ મૂકી રાઈ મૂકી ચમચી થી ખીરું એડ કરવું. 5.) 5 મિનિટ બાદ ચપ્પુ ની મદદ થી ગોળા ને ઉલટાવી લેવા...  અપ્પમ 6.) તૈયાર છે હાઈ પ્રોટીન રીચ નાસ્તો, સ્પ્રાઉટ અપ્પમ..

સ્ટીમ દહીં વડા / steam curd bhalla

Image
                        By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)  સામગ્રી   :- ૧ કપ મગની ફોતરાવાળી દાળ ૨ નંગ મરચા ૧/૪ આદું નો ટુકડો સ્વાદાનુસાર સિંધવ મીઠું ૧/૪ મરી ના દાણા ૨ વાટકી દહીં ૧ વાટકી દાડમ દાણા ૧/૪ ચમચી સેકેલો જીરું પાવડર આમલી ખજૂર ચટણી (ડાયાબિટીસ ના હોય તે ઉપયોગમાં લઈ શકે)   પદ્ધતિ  :- ૧.) મગની દાળને આખી રાત (૨-૩ કલાક) પલાળી રાખો.  ૨.) દળતી વખતે ૨ નંગ મરચી અને આદું અને સંચળ નાખીને કરકરૂ મિક્ષચર માં દળી લેવું. ૩.) દળેલા મિશ્રણને એક તપેલી માં લઈ ખુબ ફેટવું. થોડું ફુલયેલું થઈ જાય ત્યાં સુધી (જરૂર જણાય તો જ ખાવાનો સોડા નો ઉપયોગ કરવો.) 4.) સ્ટીમ ઢોકળા ના ઢોકળીયા માં નાની. નાની વાટકી માં ખીરું નાખી સ્ટીમ કરી લેવું. 5.) ૧ વાટકી દહીમાં થોડી સાકર ઉમેરી દહીં મિક્ષ કરી લેવું.  (ડાયાબિટીક સુગર ફ્રી પાવડર ૧/૨ ચમચી નાખી શકે.) 6.) હવે તે મગદાળ ના ભ્લ્લાને એક પ્લેટ પર સર્વ કરવા. 7.) મગદાળના ભલ્લા ઉપર દહીં, દાડમ, કોથમીર, ચટણી નાખી સર્વ કરો. તૈયાર છે સ્ટીમ દહીં ભલ્લા..