Posts

Showing posts from July, 2021

સાત ધાનનો ખીચડો

Image
સાત ધાનનો ખીચડો By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)     સામગ્રી 50 ગ્રામ જુવાર  50 ગ્રામ બાજરો  50 ગ્રામ મગ  50 ગ્રામ ચણા  50 ગ્રામ ચોખા  50 ગ્રામ ચણાની દાળ  50 ગ્રામ ફોતરાવાળી મગની દાળ 50  ગ્રામ લીલા વટાણ  50 ગ્રામ લીલા ચણા,  50 ગ્રામ લીલું લસણ  50 ગ્રામ ઘી  1 ચમચી જીરૂ  1 ચમચી હિંગ  ચારથી પાંચ મીઠા લીમડાના પાન  ૧નંગ લાલ મરચું  ચારથી પાંચ લવિંગ  મીઠું સ્વાદ અનુસાર  રેસીપી 1. સૌપ્રથમ મગ, ચણા, ચણાની દાળ ને પલાળી દો, બાજરો તથા જુવારને મિલ્ચરમાં  અધકચરા કરી લો.   2. ત્યારબાદ એક કૂકરમાં પાણી મુકો અને જેટલું કઠોળનું માપ છે એના કરતાં ડબલ પાણી મુકો, તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી પાણી ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા બધા કઠોળ ઉમેરો  અને ધીમા તાપે પાંચથી છ સીટી થાય એટલે ખીચડો તૈયાર થઇ જશે.   3. ત્યારબાદ એક બાઉલમાં તૈયાર કરેલો ખીચડો કાઢી લો, એક પેનમાં ઘી ગરમ કરો તેમાં જીરું, લવિંગ, મીઠા લીમડાના પાન, લીલું લસણ અને હિંગ ઉમેરો, તેમાં સુકુ લાલ મરચું ઉમેરીને બરાબર મિક્સ કરો અને ખીચડી ઉપર વઘાર ઉમેરો.  4. તો તૈયાર છે ગરમ ગરમ ખીચડો કઢી અથવા દહીં સાથે સર્વ કરો.  5. આ ખીચડો સ્પેશ્યલ ઉત

દૂધીનું સૂપ

Image
                                          દૂધીનું સૂપ  સામગ્રી :- એક મોટી દુધી કોથમીર લીંબુ  આદુ  સંચળ જીરું  ધી રીત:- 1. દુધી ને બાફેલો પછી હેન્ડ મીકસર થી ક્રશ કરી લો.  2. પછી તેમાં મીઠું અને હળદર નાખી ગરમ કરવા મૂકો.   3. તેમાં 2 ગ્લાસ પાણી નાખી ઉકાળો પછી તેમાં કોથમીર લીંબુ આદુ સંચળ જીરું નાંખો.  4. ઘી મૂકી જીરું નાખી વઘારો.  5. દર્દીઓ માટે ગાળીને આપવવુ અને ઘી નો વધાર ના કરવો.  કફ થાય નહીં તે માટે... - દુધી નો સુપ તૈયાર છે.   દૂધીના સૂપના ફાયદાઓ:-  તે ખૂબ જ આલ્કલાઇન છે અને પેટમાં એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે. તે આયર્ન, વિટામિન સી અને બી કોમ્પ્લેક્સ થી સમૃદ્ધ છે. તેમાં સોડિયમ અને પોટેશિયમ છે.  તે ડિટોક્સ અને લો કેલેરી આહાર માટે ઉત્તમ છે  અને કબજિયાત અને અન્ય પાચક વિકારો સામે ખૂબ અસરકારક છે.

પાલક લીંબુ મરીની સેવ

Image
                          પાલક લીંબુ મરીની સેવ  By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી  2 કપ ચણાનો લોટ  1 ઝૂડી પાલક  2 ચમચી સંચળ   2 ચમચી મરી પાઉડર  1 ચમચી લીંબુનો રસ  સ્વાદાનુસાર મીઠું  જરૂર મુજબ તળવા માટે તેલ  1/4 કપ પાણી (પાલક પીસવા) રેસિપી  1. સો પ્રથમ પાલકને સમારીને પાણીથી સાફ કરી લો.  2. હવે મિક્સર જારમાં પાલકને ઉમેરી તેમાં સંચળ, લીંબુના રસ અને પાણી ઉમેરી પીસી લો.    તેને ગળણીથી  ગાળી લો.  3. ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ ચાળી લો, તેમાં મરીનો પાઉડર પણ સાથે ચાળી લો, તેમા મીઠું પણ          ઉમેરી દો.  4. ત્યારબાદ લોટમાં પાલકનો રસ ઉમેરી લોટ બાંધી લો. ચણાની સેવ જેવો જ લોટ બાંધવો.  5. ત્યારબાદ લોટને લાંબા આકાર આપી દો જેથી સંચામાં ભરવામાં સરળતા રહે.  6. ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. સેવના સંચામાં લોટ ભરી લો.  7.ત્યારબાદ ગરમ તેલમાં સેવ પાડી લોને બને બાજુ તળી લો. તો તૈયાર છે પાલક લીંબુ મરીની સેવ. ફાયદાઓ:- પાલક એક અત્યંત પોષક તત્વોથી ભરપુર શાકભાજી છે. તેમાં  કેરોટિનોઇડ્સ, વિટામિન સી, વિટામિન કે, ફોલિક એસિડ, આયર્ન અને કેલ્શિયમની માત્રામાં વધારે છે.  

પાલકવાળી દાળ

Image
                                પાલકવાળી દાળ  By:  Dietician  (Apex Diabetes Thyroid Hormone Clinic) સામગ્રી  ૧૦૦ ગ્રામ  ચણાદાળ ૧ જુડી પાલક ૧/૨ ચમચી જીરું  ૧ ચપટી હિંગ ૧/૨ ચમચી કસુરીમેથી  ૨ લીલા માર્ચ કાપેલ  ૧ ડુંગળી કાપેલ  ૧/૨ ચમચી ગરમ મસાલો  ૧ ચમચી ધાણાજીરું  ૧/૪ લો ફ્રેટ દહીં  ૧ ચમચી તેલ  મીઠું સ્વાદ અનુસાર  રેસિપી :- ચણાદાળ  ધોઈ તેમાં ૨ કપ પાણી નાખી ૧ થી ૨ સિટી વગાડી બાફી લો.દાળને ચમચાથી એકરસ કરવિ. પાલક ધોઈને સમારીને પાણીમાં પકાવી.ત્યારબાદ નિતારી લેવા અને બાફેલ પાલક ની પેસ્ટ બનાવી. તેલને નોનસ્ટિક તાવમાં ગરમ કરી તેમાં જીરું અને હિંગ અને કસુરીમેથી નાખવિ.જીરું તતડે એટલે લીલા મરચા,ડુંગળી, આદુની પેસ્ટ અને લસણ પેસ્ટ નાખી સાંતળો.તેમાં ગરમ મસાલો,મીઠું,ધાણાજીરું નાખી ૨ થી ૩ મિનિટ પકાવું.પાલકની પેસ્ટ ઉમેરવી. દૂધ અને ૧/૨ કપ પાણી નાખી ૩ થી ૪ મિનિટ પકાવી.તેમાં બાફેલ દાળ નાખી ૪ થી ૫ મિનિટ પાકવા દેવું.ગરમ ગરમ પીરસવું .  ફાયદાઓ :- પાલકમાં કેરોટિનોઇડ્સ વધુ હોય છે, જે તમારું શરીર વિટામિન એ એમાં ફેરવી શકે છે. વિટામિન સી થી ભરપૂર છે. આ વિટામિન શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ ધરાવે છે. જે ત્વચાના આરોગ્ય અને ર

રેઇનબો સલાડ

Image
  રેઇનબો સલાડ By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી  1 કપ દાડમના દાણા  1 કપ સમારેલી કાકડી  1 કપ ફણગાવેલા મગ  1/2 કપ છીણેલુ ગાજર  1બારીક સમારેલું લીલું મરચું  2 ચમચી કોથમીર  1ચમચી લીંબુનો રસ  1/2 ચમચી સંચળ/ પ્રમાણસર મીઠું  1કપ કેપ્સિકમ  રેસિપી  સૌપ્રથમ કાકડી, ગાજર, કેપ્સિકમને પાણીથી સાફ કરી સમારી લો.  ત્યારબાદ દાડમના દાણા કાઢી લો. હવે એક બાઉલમાં બધા શાકભાજીને મિક્સ કરી મીઠું અને સંચળ ઉમેરી દો.  તેમાં લીંબુનો રસ પણ ઉમેરી દો. ત્યારબાદ સવિંગ પ્લેટમાં લઈને દાણા ઉમેરી સર્વ કરો. ફાયદાઓ :- રેગ્યુલર સલાડ નું સેવન કરવાથી શરીરમાં એન્ટિઓક્સિડન્ટ (વિટામિન સી અને ઇ, ફોલિક એસિડ, લાઇકોપીન, અને આલ્ફા- અને બીટા કેરોટિન) નું પ્રમાણ વધે છે. સલાડમાં ફાઈબર અને પાણીનું પ્રમાણ વધારે હોવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે અને ડાઈજેશન સુધારે છે  . ફાઈબર નું પ્રમાણ વધારે હોવાથી તેમજ કેલરી ઓછી હોવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રાખે છે.