Posts

Showing posts from April, 2022

એન્ટી એજીંગ બ્રેકફાસ્ટ પ્લેટર

Image
  તમારા દીવસની શરૂઆત આ તંદુરસ્તી ધરાવતા નાસ્તાથી કરો, જેમાં ભરપુર રંગીનતા, પૌષ્ટિક્તા અને સ્વાદિષ્ટતા ધરાવતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને જોતાની સાથે જ તમને ખાવાની ઇચ્છા થઇ જશે.  પૌષ્ટિક્તા ધરાવતી વસ્તુઓ જેવી કે ફળો, ફણગાવેલા કઠોળ અને પનીર આ એન્ટી એજીંગ બ્રેકફાસ્ટ પ્લેટરમાં પૌષ્ટિક્તા અને સુગંધ સાથે તેને સરસ દેખાવ આપે છે.  અહીં બધી સામગ્રી સંતુલિત પણ છે. ફળો વિટામીન અને ખાસ તો વિટામીન-સી અને ફાઇબર આપે છે, જે શરીરમાં વૃધ્ધત્વની ક્રિયાને ધીમી કરે છે જ્યારે પનીર અને ફણગાવેલા કઠોળ કેલ્શિયમ અને પ્રોટીન આપે છે.  આ બન્ને શરીરને પૌષ્ટિક્તા આપી શરીરના સંચાલનમાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત આ નાસ્તાની ડીશનો મજાનો ભાગ એ છે કે તે બનાવવામાં અતિ સરળ છે. તમારે તો ફ્રુટને સમારીને ગોઠવવાના જ છે.  આમ બધી વસ્તુઓ કુશળતાપૂર્વક વિચારીને મજાની લાગે એવી પસંદ કરી છે. કલીંગરના ગોઠવેલા ટુકડા, લીલી દ્રાક્ષની ગોઠવણી મજાનો શણગાર બનાવે છે, તો આરોગો આ મજેદાર પ્લેટર! By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic) સામગ્રી ૨ ટેબલસ્પૂન  ફણગાવેલા મગ ૧/૪ કપ  લૉ ફેટ પનીર ૧/૪ ટીસ્પૂન  મરચાં પાવડર ૧/૪ ટીસ્પૂન  જ

પૌવા નાચનીનો હાંડવો ની રેસીપી

Image
  અતિ પૌષ્ટિક એવો આ હાંડવો પૌવા અને નાચનીના લોટ વડે અતિ સ્વાદિષ્ટ બને છે એમ કહી શકાય? હા, આ મજાક નથી. આ હાંડવાનો સ્વાદ માણો ત્યારે તમે પણ કબૂલ કરશો. પૌવામાં લોહતત્વ રહેલો છે જે શરીરમાં નવા રક્તકણ બનાવવામાં ઉપયોગી થાય છે જેથી રક્તના ભ્રમણમાં અને રક્તના દાબને નિયંત્રત રાખવામાં તે મદદરૂપ થાય છે એમ ગણી શકાય. એટલે અહીં અમે દહીં, પૌવા અને નાચનીના લોટ વડે કણિક તૈયાર કરી તેમાં મસાલા પાવડરનો વઘાર ઉમેરીને તથા સારા પ્રમાણમાં શાકભાજી મેળવીને આ હાંડવો તૈયાર કરવામાં આવ્યો છે. આ પૌવા નાચનીના હાંડવામાં મીઠું અતિ ઓછા પ્રમાણમાં ઉમેરવાથી તે રક્તના ઉંચા દબાણ ધરાવનાર માટે માફકરૂપ ગણી શકાય. જો કણિક બહુ વહેલી તૈયાર કરશો તો તેમાંથી પાણી છુટશે અને હાંડવો બનાવવામાં તકલીફ થશે એટલે કણિક બનાવીને તરત જ હાંડવો બનાવી લેવો. ઉપરાંત એ પણ ધ્યાન રાખશો કે હાંડવો બનતા વધુ સમય લાગશે એટલે ધીરજથી મધ્યમ તાપ પર જ તેને રાંધવો. By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic) સામગ્રી પૌવા નાચનીનો હાંડવો ની રેસીપી બનાવવા માટે ૧ કપ  જાડા પૌવા  , ધોઈને નિતારેલા ૧/૨ કપ  રાગીનો લોટ ૧/૨ કપ  દહી ૧/૨ કપ  ખમણેલી દૂધી ૧/૨ કપ  ખમણેલા

મીની બાજરી ઓનિયન ઉત્તપમ રેસીપી -

Image
By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic) ઉત્તપમ ચોખા સાથે સ્વાદિષ્ટ પરંતુ સામાન્ય છે! જ્યારે તમને કંઇક વિલાયતી રાંધવાનું મન થાય, ત્યારે આ આખા અનાજના ઉત્તપમ જે બાજરા અને કેટલાક ચોખા અને અડદની દાળ સાથે બને છે તેને અજમાવો. તમે  ચોખા બાજરી અડદની દાળના ઉત્તમના  અનન્ય સ્વાદ અને ચપળ રચનાને સારી રીતે માણશો. મીની બાજરી ઓનિયન ઉત્તપમ  એક સરસ નાસ્તાની રેસીપી છે જેમાં આખા રાંધેલા બાજરાનો સારો માઉથફિલ છે. ઉત્તપમ આ દરેક બાબતમાં એક સારી વાનગી છે અને સામાન્ય રીતે દક્ષિણ ભારતીય મેનુમાં નાળિયેરની ચટણી અને સાંભારની સાથે વિશેષતા ધરાવે છે. જો તમે ઈચ્છો તો તમે તેને સ્વસ્થ લીલી ચટણી સાથે પણ પીરસી શકો છો. સામગ્રી મીની બાજરી ઓનિયન ઉત્તપમ માટે ૧/૪ કપ  બાજરી ૯ ટેબલસ્પૂન બારીક  સમારેલા કાંદા ૩/૪ કપ  અડદની દાળ ૧/૨ કપ  ચોખા ૧ ટીસ્પૂન  લીલા મરચાંની પેસ્ટ મીઠું  , સ્વાદાનુસાર ૯ ટેબલસ્પૂન બારીક  સમારેલા સિમલા મરચાં મરચું પાવડર  , છંટવા માટે ૩ ૧/૪ ટીસ્પૂન  તેલ  ચોપડવા અને રાંધવા માટે પીરસવા માટે સ્વસ્થ લીલી ચટણી બનાવવાની રીત મીની બાજરી ઓનિયન ઉત્તપમ બનાવવા માટે મીની બાજરી ઓનિયન ઉત્તપમ બનાવવા માટે, આખા બાજ

હેલ્દી લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ

Image
 લીંબુ કોથમીર વિટામિન સી સમૃદ્ધ સૂપ  રોજની સગવડભરી જીદંગીમાં પણ જો તમને તંદુરસ્ત અને સુખી જીવન જીવવાનો સારો રસ્તો જોઇતો હોય, તો તમને તમારી રોગની પ્રતિકાર કરવાની શક્તિમાં વધારો કરે એવી વિટામીન-સી ધરાવતી વસ્તુઓનો તમારા ખોરાકમાં ઉપયોગ કરવો એ એક સારો માર્ગ છે. બસ, આ જ કારણે તમે આ લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ કે જેમાં વિટામીન-સી ધરાવતી વસ્તુઓ જેવી કે લીંબુ, કોથમીર, ગાજર અને કોબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેનો આનંદ માણો. આ સૂપમાં મેળવવામાં આવેલું વેજીટેબલ સ્ટોક પણ તમારા શરીરમાં વિટામીન-સીનું પ્રમાણ વધારવામાં મદદરૂપ થાય છે. શરીરમાં રહેલું વિટામીન-સી શરદી અને ખાંસીની પીડામાં પણ રાહતરૂપ રહે છે. તો આનંદ માણો આ મજેદાર ગરમા ગરમ સૂપનું ઠંડીના દીવસોમાં જ્યારે તમને કંઇક તાજગીભર્યું પીવાની ઇચ્છા થાય. By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી ૧ ટેબલસ્પૂન  લીંબુનો રસ ૧/૪ કપ ઝીણી  સમારેલી કોથમીર ૨ ટીસ્પૂન  તેલ ૨ ટીસ્પૂન ઝીણું  સમારેલું લસણ ૨ ટીસ્પૂન ઝીણા  સમારેલા લીલા મરચાં ૧/૪ કપ ઝીણા  સમારેલા કાંદા ૧/૪ કપ ઝીણી  સમારેલી કોબી ૧/૪ કપ  ઝીણા સમારેલા ગાજ ર ૩ કપ  બેઝીક વેજીટેબલ સ્ટોક મીઠુ