Posts

Showing posts from November, 2021

લસણવાળી મઠ અને પાલકની ટીક્કી

Image
  લસણવાળી મઠ અને પાલકની ટીક્કી લસણની મજા માણનારા માટે આ લસણવાળી મઠ અને પાલકની ટીક્કી જેવી બીજી કોઈ વાનગી નથી.  ફણગાવેલા મઠમાં અઢળક પૌષ્ટિકતા છે, જેનો તમે સામાન્ય રીતે બનતી રોજની રસોઈમાં ઉપયોગ નથી કરતાં, પણ અમે અહીં આ અદભૂત સામગ્રીનો અનોખી રીતે ઉપયોગ કરીને મજેદાર ટીક્કી બનાવી છે. મઠ માં રહેલી પૌષ્ટિકતા જળવાઈ રહે તે માટે તેને ઢાંકણવાળા પૅનમાં જ રાંધવા.  આ સ્વાદિષ્ટ ટીક્કી હૃદયને ફાયદાકારક અને ચરબીને દાબમાં રાખતા લસણ અને પાલક વડે વિટામીન-એ અને ફોલીક ઍસિડ પૂરા પાડી રોગપ્રતિબંધક શક્તિમાં ઉમેરો કરે છે. By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી :-  ૧ ટેબલસ્પૂન   ઝીણુ સમારેલું લસણ ૨ કપ   ફણગાવેલા મઠ ૧ કપ   પાતળી લાંબી સમારેલી પાલક ૨ ટીસ્પૂન   લીંબૂનો રસ ૨ ટીસ્પૂન   લીલા મરચાંની પેસ્ટ ૧ ટીસ્પૂન   આદૂની પેસ્ટ ૨ ટીસ્પૂન   ગરમ મસાલો મીઠું  , સ્વાદાનુસાર ૩ ટીસ્પૂન   તેલ  , ચોપડવા અને રાંધવા માટે પીરસવા માટે પૌષ્ટિક લીલી ચટણી બનાવવાની રીત :- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ૧ કપ પાણી સાથે મટકી અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી લો. પૅનને ઢાંકી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ અથવા મટકી

ટમેટા અને મેથીવાળા ભાત

Image
ટમેટા અને મેથીવાળા ભાત લોહથી ભરપૂર મેથી અને વિટામીન-સી સમૃદ્ધ ટમેટા લોહના શોષણમાં મદદ કરે છે. ફાઈબરની માત્રા વધારવા માટે, પોલિશ્ડ સફેદ ભાતની બદલીમાં અનપોલિશ્ડ બ્રાઉન ભાતનો પ્રયોગ કરવો, જે વજન પર નજર રાખનાર, મધુમેહ અને વધુ કોલેસ્ટ્રોલ ધરાવનાર માટે ફાયદાકારક ગણાય છે. By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી :-  ૧/૨ કપ   સમારેલા ટમેટા ૩ કપ   સમારેલી મેથી ૩ કપ   રાંધેલા બ્રાઉન ભાત  , જુઓ હાથવગી સલાહ ૨ ટીસ્પૂન   તેલ ૧  તમાલપત્ર ૨  લવિંગ ૨૫ મિલીમીટર  (૧")  તજનો ટુકડો ૨  એલચી ૨ ટીસ્પૂન  ઝીણા  સમારેલા લીલા મરચાં ૧/૪ કપ   કાંદાની પેસ્ટ ૨ ટીસ્પૂન   લસણની પેસ્ટ ૧ ટેબલસ્પૂન   ધાણા-જીરા પાવડર ૧/૨ ટીસ્પૂન   હળદર ૨ ટીસ્પૂન   મરચાં પાવડર મીઠું  , સ્વાદાનુસાર પીરસવા માટે તાજું  દહીં રાઈતું બનાવવાની રીત :- એક ઊંડા નૉન-સ્ટીક પૅનને ગરમ કરી તેમાં તમાલપત્ર, લવિંગ, તજ અને એલચી મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો. તે પછી તેમાં લીલા મરચાં અને કાંદાની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર વધુ એક મિનિટ સુધી અથવા કાંદાની પેસ્ટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળી લો. જો કાંદા દાઝવા માંડે તો

દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી

Image
  દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી આ વિશિષ્ટ ગુણકારી મજેદાર રાઇતો જ્યારે ગરમીના દીવસોમાં પીરસવામાં આવશે ત્યારે અતિ મજેદાર લાગશે.  ઓછી કેલરીવાળી  ખમણેલી દૂધી અને પીપરમેન્ટનો સ્વાદ આપતું ફૂદીનો આ રાઇતાને અનેરો બનાવે છે. જો તમને દૂધ પ્રત્યે અભાવ હોય તો તમારી  પ્રોટીન  અને  કેલ્શિયમની  જરૂરીયાત પૂરી કરે એવા દરેક અંશ આ રાઇતામાં છે. By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી :-  દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી બનાવવા માટે ૧ કપ   ખમણેલી દૂધી ૧ કપ   જેરી લીધેલી લો ફૅટ દહીં ૪ ટેબલસ્પૂન   સમારેલો ફૂદીનો ૧/૪ ટીસ્પૂન   શેકેલું જીરૂ ૧/૪ ટીસ્પૂન   સંચળ ૧/૨ ટીસ્પૂન   સાકર બનાવવાની રીત :- દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી બનાવવા માટે, દૂધીને ૪ થી ૫ મિનિટ સુધી બાફીને ઠંડી થવા બાજુ પર રાખો. એક બાઉલમાં બધી વસ્તુઓ સાથે બાફેલી દૂધી મેળવીને સારી રીતે રવઈથી વલોવીલો. આમ તૈયાર થયેલા રાઈતાને ઓછામાં ઓછું ૧/૨ ક્લાક રેફ્રીજરેટરમાં રાખી મૂકો. ઠંડું સીરસો.

ઉસલ

Image
 ઉસલ સલ એક પારંપારિક મહારાષ્ટ્રીયન વાનગી છે, જે ફણગાવેલા કઠોળ વડે બનાવવામાં આવે છે. ફણગાવેલા કઠોળ પચવામાં સરળ રહે છે અને એ ઉપરાંત તેમાં પ્રોટીન અને કેલ્શિયમની માત્રા પણ ભરપૂર હોય છે. લગભગ કેટલીક ઉસલ બનાવવાની પધ્ધતિમાં કોકમનો ઉપયોગ કરવામાં આવે છે, પણ અમે અહીં ખટાશ માટે, ટમેટાનો ઉપયોગ કર્યો છે જેથી દરેક વ્યક્તિ આ વાનગી સરળતાથી બનાવી શકે, ખાસ કરીને એ લોકો જેઓ એવા પ્રદેશમાં રહેતા હોય જ્યાં કોકમ ઉપલબ્ઘ નથી હોતા. By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી :-  ૧ કપ   મિક્સ કઠોળ   (મગ , ચણા , મઠ વગેરે) ૨ ટીસ્પૂન   તેલ ૧ ટીસ્પૂન   જીરૂ ૧/૪ ટીસ્પૂન   હીંગ ૧/૨ કપ   સમારેલા કાંદા ૧ કપ   સમારેલા ટમેટા ૩ ટેબલસ્પૂન   સૂકી લસણની ચટણી  (તૈયાર મળતી) ૧/૨ ટીસ્પૂન   હળદર મીઠું  , સ્વાદાનુસાર સજાવવા માટે ૧/૪ કપ  ઝીણા  સમારેલા કાંદા ૨ ટેબલસ્પૂન  ઝીણી  સમારેલી કોથમીર પીરસવા માટે લીંબુની વેજ   બનાવવાની રીત :- એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ અને હીંગ મેળવો. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો. તે પછી તેમાં ટમેટા મેળવી મધ્યમ તાપ પ

કેરેટ ઍન્ડ કેબેજ હાઇ ફાઇબર ચટની ઓપન ટોસ્ટ

Image
  કેરેટ ઍન્ડ કેબેજ હાઇ ફાઇબર ચટની ઓપન ટોસ્ટ ગાજર અને કોબી જ્યારે સાથે વાપરવામાં આવે છે ત્યારે તેના વિરોધાભાસી રંગ ને કારણે તેમનું મિશ્રણ મોહક અને આકર્ષક લાગે છે.   આ અજોડ જોડી અને ફાઇબરથી ભરપૂર સ્વાદિષ્ટ ચટણીમાંથી બનેલ એક ભપકાદાર સૅન્ડવિચ.  તેમાં રહેલા ફાઇબરથી ભરપૂર એવા શાક અને ઘઉંના બ્રેડને લીધે પેટ જલ્દી ભરાય જાય છે અને લાંબા સમય સુધી ભુખ નથી લાગતી.  જો તમે આગલી રાત્રે ચટણી બનાવી રાખશો તો તમને સવારના નાસ્તામાં આ સૅન્ડવિચ બનાવવી સરળ બને છે. By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી :-    ૧ કપ  જાડા  ખમણેલા ગાજર   ૧ કપ  ઝીણી  લાંબી સમારેલી કોબી    હાઇ ફાઇબર ચટણી  , ૧ રેસિપિ   ૬  ઘઉંના બ્રેડની સ્લાઇસ    મીઠું  , સ્વાદાનુસાર   ૧ ૩/૪ ટીસ્પૂન   તેલ  , ચોપડવા અને શેકવા માટે   બનાવવાની રીત :- એક બાઉલમાં હાઇ ફાઇબર ચટણી, કોબી, ગાજર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો. હવે ઘઉંના બ્રેડની બે સ્લાઇસને એક સીધી સપાટી પર મૂકી, ઉપર બનાવેલ મિશ્રણનો એક ભાગ તેની પર એકસરખો પાથરો. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડો. હવે ઉપર બનાવેલ સૅન્ડવિચને તવા પ