ROASTED CHANA CHAAT // શેકેલા દાળિયાની ચાટ
BY DIETICIAN RIZALA KALYANI શેકેલા દાળિયાની ચાટ સામગ્રી: ½ કપ દાળિયા ¼ કપ શકેલા સીંગદાણા ¼ કપ ડુંગરી જીણી સમારેલી ¼ કપ ટમેટું જીણું સમારેલું ¼ કપ કાકડી જીણી સમારેલી 1 લીલું મરચું જીણું સમારેલું ¼ ટીસ્પૂન સેકેલું જીરું પાવડર ½-1 ટીસ્પૂન ચાટ મસાલા મીઠું અને મરી પાવડર તો સ્વાદ મુજબ ઉમેરવું 1 ટીસ્પૂન લીંબુ નો રસ 2 ટેબલસ્પૂન કોથમીર જીણી સમારેલી 2 ટેબલસ્પૂન દાડમ રીત: એક મોટા મિક્સિંગ બાઉલમાં શેકેલા દાળિયા , શેકેલી મગફળી, ડુંગળી, ટામેટાં, કાકડી, લીલાં મરચાં અને મસાલા (જેમ કે શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો અને મીઠું કે સંચળ) તેમજ લીંબુનો રસ, કોથમીર અને દાડમના દાણા ઉમેરો. બધી સામગ્રીને હળવા હાથે મિક્સ કરો. ઉપરથી વધારાની કોથમીર અને દાડમના દાણા ઉમેરીને સજાવો અને તરત જ પીરસો.