Posts

Showing posts from March, 2024

ઉનાળા સ્પેશિયલ દૂધી અને ફૂદીના રાઈતો ની રેસીપી.....

Image
  By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   આ વિશિષ્ટ ગુણકારી મજેદાર રાઇતો  ગરમીના દીવસોમાં પીરસવામાં આવશે ત્યારે અતિ મજેદાર લાગશે.  ઓછી કેલરીવાળી  ખમણેલી દૂધી અને પીપરમેન્ટનો સ્વાદ આપતું ફૂદીનો આ રાઇતાને અનેરો બનાવે છે. જો તમને દૂધ પ્રત્યે અભાવ હોય તો તમારી  પ્રોટીન  અને  કેલ્શિયમની  જરૂરીયાત પૂરી કરે એવા દરેક અંશ આ રાઇતામાં છે. સામગ્રી :-  દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી બનાવવા માટે ૧ કપ   ખમણેલી દૂધી ૧ કપ   જેરી લીધેલી લો ફૅટ દહીં ૪ ટેબલસ્પૂન   સમારેલો ફૂદીનો ૧/૪ ટીસ્પૂન   શેકેલું જીરૂ ૧/૪ ટીસ્પૂન   સંચળ ૧/૨ ટીસ્પૂન   સાકર  (OPTIONAL) બનાવવાની રીત :- દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી બનાવવા માટે, દૂધીને ૪ થી ૫ મિનિટ સુધી બાફીને ઠંડી થવા બાજુ પર રાખો. એક બાઉલમાં બધી વસ્તુઓ સાથે બાફેલી દૂધી મેળવીને સારી રીતે રવઈથી વલોવીલો. આમ તૈયાર થયેલા રાઈતાને ઓછામાં ઓછું ૧/૨ ક્લાક રેફ્રીજરેટરમાં રાખી મૂકો. ઠંડું સીરસો.

વેજિટેબલ ઓટ્સ પેનકેક કેવી રીતે બનાવવી ???

Image
    By:  Dietician  (Apex Diabetes Thyroid Hormone Clinic)    વેજિટેબલ ઓટ્સ પેનકેક માટે સામગ્રી  1. 1 કપ ઓટ્સનો લોટ 2.  1/2 કપ છીણેલું ગાજર 3. 1/2 કપ બારીક સમારેલી પાલક 4. 2 ચમચા બારીક સમારેલી કોથમીર (ધનીયા) 5. 2 ચમચી બારીક સમારેલા લીલા મરચા 6. સ્વાદ અનુસાર મીઠું 7. 3 1/2 ચમચી મગફળીનું તેલ અથવા ચોપડવા અને રાંધવા માટે તેલ વેજિટેબલ ઓટ્સ પેનકેક સાથે પીરસવા માટે દહીંવાળી ફુદીનાની ચટણી અથવા લીલી ચટણી પદ્ધતિ 1. વેજિટેબલ ઓટ્સ પેનકેક બનાવવા માટે, ઉંડા વાસણમાં 1 કપ પાણી સાથે, બધી સામગ્રી ભેગી કરો અને સારી રીતે મિક્સ કરી, પાતળું ખીરું બનાવો. 2. નોન-સ્ટીક તવા (લોઢી) ને ગરમ કરો અને ¼ ચમચી મગફળીના તેલનો ઉપયોગ કરીને ગ્રીસ કરો. 3. તેના પર એક ચમચા જેટલું ખીરું નાખો અને 100 મીમી (4 ”) ગોળ બનાવવા માટે ગોળાકાર ગતિમાં ફેલાવો. 4. ¼ ચમચી મગફળીના તેલનો ઉપયોગ કરીને, જ્યાં સુધી તે બંને બાજુથી આછા બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી રાખો. 5. આજ રીતે બાકીના ખીરામાંથી 5. આજ રીતે બાકીના ખીરામાંથી વધુ 6 પેનકેક બનાવો. 6. તરત જ દહીંવાળી ફુદીનાની ચટણી અથવા લીલી ચટણી સાથે પીરસો.  

મખાનાનો ટેસ્ટી ચેવડો...

Image
  By:   Dietician   ( Apex Diabetes Thyroid Hormone Clinic )   સામગ્રી  મખાના 100 ગ્રામ  તેલ 2 ચમચી  રાઈ 1/2 ચમચી  સીંગદાણા 2 ચમચી લીમડાના પાન 6 નંગ  હળદર 2 ચમચી  લાલ મરચું  1 ચમચી મીઠું 1 ચમચી  (વજન વધારવા માટે બદામ, કાજુ, અને ટોપરું પણ નાખી શકાય)   રેસીપી 1. રેસીપી સૌ પ્રથમ એક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે મખાના શેકી લો.  2. પછી તેને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ ફરી કડાઈમાં થોડું તેલ મુકી ગરમ થાઈ એટલે તેમાં રાઈ  ઉમેરી એમાં સીંગદાણા ઉમેરી લીમડીના પાન ઉમેરી થોડીવાર સાંતળવા દો.  3. ત્યારબાદ તેમાં હળદર ઉમેરી મખાના ઉમેરી મિક્સ કરી લો પછી લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરી  મિક્સ કરી લો.  4. તો તૈયાર છે મખાના ટેસ્ટી ચેવડો. આ વજન ઉતારવા માટે પણ ખુબ ફાયદાકારક છે ફાયદાઓ:- માત્ર મખાના સ્વસ્થ નથી, પરંતુ તે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઇબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન અને  ઝીંકનો સારો સ્રોત છે.  તેમાં મેગ્નેશિયમની માત્રા હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ અને મેદસ્વીપણાથી પીડિત લોકો માટે  ખૂબ ઉપયોગી બનાવે છે.