Posts

Showing posts from January, 2023

એન્ટિઓક્સિડેન્ટ થી સમૃદ્ધ સૂપ // Antioxidant rich soup

Image
    By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)  સામગ્રી  : ૫ કપ પાણી ૧/૨ નાની ચમચી મીઠું સૂપ માટે: 3 નાની ચમચી તેલ ૧ ઇંચ આદુ  ૪ કળી લસણ ૧/૨ ડુંગળી  ૧ ગાજર  ૧/૨ કેપ્સિકમ  ૩ મોટી ચમચી સ્વીટ કોર્ન ૩ મોટી ચમચી કોબીજ ૧/૨ કપ કોર્નફ્લોર સ્લરી ૧/૨ નાની ચમચી મીઠું ૧ નાની ચમચી મરી :- બનાવવાની રીત 1.) એક કઢાઈમાં 1 ચમચો તેલ ગરમ કરો. 2.) તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળી લો. 3.) ત્યારબાદ તેમાં સમારેલા ડુંગળી, લસણની કટકી, ગાજરના ઝીણા ટુકડા, લીલી ડુંગળીના પાંદડા, કેપ્સીકમ,  મકાઈના દાણા (બાફેલા) , કોબીજ  નાખીને  સાંતળો. પછી તેમાં પાણી નાખો. 4.) 2 મિનિટ ઉકાળ્યા પછી તેમાં મરી નો ભુક્કો નાખો. ત્યાર બાદ સ્વાદાનુસાર લીંબુ- મીઠું નાખો.       હવે 15 થી 20 મિનિટ ઢાંકીને ઉકાળી લો. 5.) ત્યારબાદ તેમાં કોર્નફ્લોર સ્લરી (મકાઈ કે તપકીર નો લોટ માં પાણી નાખેલ પેસ્ટ ) ઉમેરો. અને થોડી વાર ઉકાળો.  6.) ત્યારબાદ છેલ્લે કોથમીર નાખી ગાર્નિશ કરો. 7.) તૈયાર છે જીંજર - ગર્લિક સૂપ છેલ્લે, શરદી, ખાંસી અને તાવથી રાહત મેળવવા માટે આદુ લસણના સૂપનો આનંદ માણો.

પૌવા રાગીનો હાંડવો // Pauwa Ragino Handwa

Image
  By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   અતિ પૌષ્ટિક એવો આ હાંડવો પૌવા અને રાગીના લોટ વડે અતિ સ્વાદિષ્ટ બને છે એમ કહી શકાય? હા, આ મજાક નથી. આ હાંડવાનો સ્વાદ માણો ત્યારે તમે પણ કબૂલ કરશો. પૌવામાં લોહતત્વ રહેલો છે જે શરીરમાં નવા રક્તકણ બનાવવામાં ઉપયોગી થાય છે જેથી રક્તના ભ્રમણમાં અને રક્તના દાબને નિયંત્રત રાખવામાં તે મદદરૂપ થાય છે એમ ગણી શકાય. એટલે અહીં અમે દહીં, પૌવા અને રાગીના લોટ વડે કણિક તૈયાર કરી તેમાં મસાલા પાવડરનો વઘાર ઉમેરીને તથા સારા પ્રમાણમાં શાકભાજી મેળવીને આ હાંડવો તૈયાર કરવામાં આવ્યો છે. આ પૌવા નાચની (રાગી)ના હાંડવામાં મીઠું અતિ ઓછા પ્રમાણમાં ઉમેરવાથી તે રક્તના ઉંચા દબાણ ધરાવનાર માટે માફકરૂપ ગણી શકાય. જો કણિક બહુ વહેલી તૈયાર કરશો તો તેમાંથી પાણી છુટશે અને હાંડવો બનાવવામાં તકલીફ થશે એટલે કણિક બનાવીને તરત જ હાંડવો બનાવી લેવો. ઉપરાંત એ પણ ધ્યાન રાખશો કે હાંડવો બનતા વધુ સમય લાગશે એટલે ધીરજથી મધ્યમ તાપ પર જ તેને રાંધવો. પૌવા રાગીનો હાંડવો ની રેસીપી બનાવવા માટે... ૧ કપ જાડા પૌવા , ધોઈને નિતારેલા ૧/૨ કપ રાગીનો લોટ ૧/૨ કપ દહી ૧/૨ કપ ખમણેલી દૂધી ૧/૨ કપ ખમણેલા ગાજર