Posts

Showing posts from June, 2021

હૈદરાબાદી સિકમપુરી કબાબ

Image
  હૈદરાબાદી સિકમપુરી કબાબ By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી   2 કપ ચણા ની પલાળેલી દાળ 3 કાચા કેળા/બટેટા 1/4 કપ ખમણેલું પનીર 1 પાલક 2 ચમચી દૂધ નો પાઉડર કપ બાફેલા વટાણા 1 કેપ્સિકમ 1 ચમચી જીરૂ 1 આદુ નો ટુકડો 1 ચમચી આમચૂર પાઉડર 4 લીલા મરચા (ટેસ્ટ પ્રમાણે મીઠું સ્વાદાનુસાર નાખવા) બ્રેડ ક્રમ્બસ જરૂર મુજબ રેસિપી  1. સૌ પ્રથમ દાળ ને ૪/૫ કલાક પલાળી ને પાણી વગર વાટી લો. ત્યારબાદ પાલક ને ઉકળતા પાણી માં ચપટી મીઠું ઉમેરી ને 1 મિનિટ બાફી લો.વટાણાને પણ બાફી   તેમાંથી પાણી નિતારી લો.  2. ત્યારબાદ કેપ્સિકમ ને જીણું જીણું સમારી લો.બધું ઠંડું થાય એટલે આદુ, મરચા, જીરું, પાલક,  વટાણા વાટી લો.  (પાણી બિલકુલ ન રહેવું જોઇએ.)  3. ત્યારબાદ પનીર ને ખમણી લેવું. કેળા/બટેટાને બાફી લો. તેને એક બાઉલમાં છુંદો કરી લો.  4. ત્યારબાદ દાળ ની પેસ્ટ,પાલક ની પેસ્ટ,કાળા/બટેટાની માવો,પનીર, મિલ્ક પાઉડર,જરૂર મુજબ  બ્રેડનો ભુક્કો, મીઠું,  આમચૂર પાઉડર, બધું હલકા હાથે મીક્સ કરી લો. અને થોડી વાર ફ્રીઝ માં મુકી  દો.પછી તેના કબાબ વાળી લો.  (પનીર અને મિલ્ક પાઉડર ને મિક્સ કરીને આ કબાબ માં ભરી પણ  શકાય છે)

સરગવાનું સૂપ

Image
સરગવાનું સૂપ By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી   3-4 સરગવાની શીંગ 1 ચમચી ઘી 1 ઝીણી સમારેલી ડુંગળી 5-6 સમારેલું લસણ 1/4 ચમચી જીરું પાઉડર 1/2 ચમચી મરી પાઉડર  મીઠું સ્વાદ અનુસાર 1 ચમચી કોથમીર સમારેલી મીઠું સ્વાદ અનુસાર તૈયારીનો સમય : 5  મિનિટ રસોઈનો સમય : 10 મિનિટ રેસિપી  1. સૌ પ્રથમ સરગવાની સીંગ ને ધોઈ લો અને તેને લાંબા ટુકડા માં કાપી લો, આ સરગવાની સીંગને બાફી લો.   2. ત્યારબાદ સરગવાની સીંગ બફાય જાય એટલે આ બાફેલી સીંગને એક બાજુ કાઢો અને આ બાફેલા પાણી ને એક વાસણમાં લઇ લો. બાફેલું પાણી સાચવી રાખવાનું છે.  3. ત્યારબાદ બાફેલી સરગવાની સીંગ માંથી તેનો બધો પછી આ ગર અને સરગવો બાફેલું પાણી મિક્સ કરીને મિક્સર માં પીસી લો.   4. પછી એક કડાઈ માં ઘી ગરમ કરો, ઘી ગરમ થઇ જાય એટલે તેમાં લસણ અને ડુંગળી ઉમેરીને 2 મિનિટ સાંતળો.ડુંગળી બરાબર સંતળાય જાય એટલે તેમાં પીસેલો સરગવા નો પલ્પ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.  5. જો સૂપ વધારે ઘટ્ટ હોય તો તેમાં જરૂરી પાણી ઉમેરવું પછી તેમાં મરી પાઉડર, જીરું પાઉડર અને મીઠું મિક્સ કરો, આ સરગવાના સૂપને 3-4 મિનિટ ઉકાળવા દો પછી ગેસ બંધ કરી લો.  6.

ઓટસ અને મગની દાળના દહીંવડા

Image
  ઓટસ અને  મગની   દાળના દહીંવડા By:   Dietician  (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી  ૨ ચમચી શેકીને પાવડર કરેલ ઓટસ  ૧/૨ કપ અડદની દળ  ૧/૪ કપ મગની દાળ ૧,૧/૪ કપ લો ફેટ દહીંમીઠું (સુગર ફ્રી પાઉડર )  ૧/૨ ચમચી બેકિંગ પાવડર  ૨,૧/૨  ચમચી જીરા પાવડર  ૨,૧/૨ ચમચી મરચાં પાવડર  મીઠું સ્વાદાનુસાર રેસિપી  ૧. સૌ પ્રથમ મગની દાળને અને અડદની દાળને ધોઈને જરૂરી પાણીમાં રાતભર પલાળી રાખો. ૨. ત્યારબાદ બીજા દિવસે તેને નિતારીને ૧/૪ કપ પાણી સાથે મિક્સરમાં દળી ખીરું તૈયાર કરી લો. આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી, બાઉલને ઢાંકીને ૩ થી ૪ કલાક આથો આવવા માટે બાજુ પર રાખો. ૩. ત્યારબાદ તેમાં પાવડર કરેલા ઓટસ, મીઠું અને બેકિંગ સોડા ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.  ૪. ત્યારબાદ વડા તૈયાર  કરવાના મોલ્ડ માં તેલ ચોપડી લો. તે પછી મોલ્ડના દરેક ભાગમાં દોઢ ચમચી ખીરું રેડી લો. મોલ્ડને ઢાંકીને માધ્યમ તાપે ૩ થી ૪ મિનિટ અથવા વડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.  ૫. ત્યારબાદ મોલ્ડમાં રહેલા દરેક વડાને ફોર્ક વડે ઉથલાવીને તેની બીજી બાજુને પણ માધ્યમ તાપ પર વધુ ૨ થી ૩ મિનિટ સુધી અથવા વડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો

થેપલા પીઝા

Image
By:  Dietician  (Apex Diabetes Thyroid Hormone Clinic)   ફાયદા :   થેપલા પીઝા માં મેંદાનો ઉપયોગ થયેલ ના હોવાથી ગ્લયસેમિક ઈન્ડેક્સ ઘટાડી શકાય છે અને ડાયાબિટીસવાળા દર્દી સુગરને વધાર્યા વગર થેપલા પીઝા લઈ શકે છે.   REF - GRUHINEE