કેલ્શિયમ રીચ્ પરોઠા // calcium rich paratha
By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) સામગ્રી Enter Twinkle ✨ Enter Twinkle 1.) સળગવો 2 થી 4 શીંગ 2.) ઘઉં નો કરકરો લોટ 1 કપ 3.) ચણા નો લોટ 2 કપ 4.) રાગી નો લોટ 1 કપ 5.) 1 ચમચી તલ 6.) 1 કપ મેથી, પાલક 7.) જરૂરત મુજબ હળદળ, મીઠું. પદ્ધતિ: 1.) સૌ પ્રથમ સળગવાને બાફી લ્યો, ત્યાર બાદ શીંગ માંથી ગર કાઢીને બાફેલા પાણી માં નાખી એક રસ કરી નાખો. 2.) હવે એક વાસણ માં ઉપર મુજબ માં બધા લોટ મિક્સ કરો. 3.) હવે તેમાં સ્વાદાનુસાર મીઠું, હળદળ, તેલ, પાલક, મેથી નાખી દયો. 4.) હવે સળગવના એકરસ કરેલા પાણી વડે લોટ બાંધો. તે લોટ ના લુવા કરીને રોટલી જેમ બનાવી શેકી લ્યો, સેક્તી વખતે ઘી , અથવા તેલ ખુબ ઓછા પ્રમણમાં લગાવી શકો. ( રોટલી બનાવીને પણ વાપરી શકાય તેમ નથી પાલક ન નાખવા). 5.) તૈયાર છે કેલ્શિયમ રીચ પરોઠા... વિડીયો રેસીપી જોવા માટે અહીં ક્લિક કરો https://www.instagram.com/reel/CySFab_o6fn/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==