ગરમી સ્પેશિયલ પ્રોટીન રિચ શરબત , પળભરમાં થાક થઈ જાય છે ગાયબ,
By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) જો કે સત્તુ પાઉડરને સુપર ફૂડ પણ કહે છે. તેથી ગરમીના સમયગાળા દરમિયાન આ પ્રકારના શરબતનું સેવન કરવામાં આવે તો તે લાભદાયી થાય છે. વધુમાં આ શરબત પીવાથી શરીર તાજગીમય અને સ્ફૂર્તિલું રહે છે. તથા આ સત્તુ વોટર શરબત પીવાથી શરીરમાં થકાન પણ દૂર થાય છે. સત્તુ વોટર શરબત બનાવવા માટેની સામગ્રી :- સત્તુ પાવડર અથવા શેકેલા ચણાનો પાવડર: 2 ચમચી સંચળ: ½ ચમચી મરી: ½ ચમચી ચાટ મસાલો: ½ ચમચી ઠંડું પાણી: 1 ગ્લાસ ફૂદીનાનો પાવડર: ½ ચમચી કોથમીર પાન: 2-3 ફૂદીનાના પાન: 2-3 લીંબુની સ્લાઈસ: 1 પીસ બરફના ટુકડા: 2-3 સત્તુ વોટર શરબત બનાવવાની રીત :- સૌપ્રથમ સત્તુનો પાઉડર બનાવવા માટે 1 બાઉલ જેટલા શેકેલા ચણા લો. હવે તેને મિક્સરમાં ક્રશ કરી તેનો પાવડર બનાવી લો. ત્યારબાદ તેને એક કાચની બોટલમાં ભરી હવાચુસ્ત બંધ કરી લો. હવે સત્તુ વોટર શરબત બનાવવા માટે સૌપ્રથમ એક તપેલીમાં 1 ગ્લાસ ઠંડુ પાણી લો. ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલો સત્તુનો પાવડર નાખો. હવે તેમાં અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરો. જો તમને ફૂદીનાની ફ્લેવર પસંદ હોય તો તેમાં અડધી ચમચ...