વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી
શાકભાજી વગરની ખીચડી તો સામાન્ય ગણાય પણ ખીચડીને રંગીન બનાવવા તેમાં શાક મેળવવાથી જરૂર એક નવો અનુભવ મળશે. ઘઉંના ફાડીયાની આ ખીચડીનો સ્વાદ તો અલગ છે ઉપરાંત તે પૌષ્ટિક્તા પણ ધરાવે છે જે મધુમેહ , કીડનીની તકલીફ અને રક્તનો ઉંચો દાબ ધરાવનાર માટે અતિ ઉત્તમ ગણાય એવી છે. આ વેજીટેબલ અને ઘઉંના ફાડીયાની ખીચડીમાં મીઠું ઓછું નાખવામાં આવે છે ઉપરાંત ઘઉંના ફાડીયામાં ફોસ્ફરસ અને પોટેશિયમ બીજી અન્ય અનાજની વાનગીની સરખામણીમાં ઓછું રહેલું છે. આમ આ ખીચડીની મજા એ છે કે તેમાં ફાઇબર વધુ હોવાથી શરીરમાં સાકરના પ્રમાણને દાબમાં રાખે છે. ઓછા મીઠાવાળી આ ખીચડીના સ્વાદમાં જરા પણ બાંધછોડ કર્યા વગર તેને સ્વાદિષ્ટ બનાવવા તેમાં આદૂ, લસણ, ટમેટા, કાંદા અને મસાલા પાવડર ઉમેરીવામાં આવ્યા છે. તે ઉપરાંત આ ખીચડી ઓછા તેલ વડે પણ બનાવવામાં આવે છે જેથી તેને સતત હલાવતા રહી તૈયાર કરવી, નહીં તો મસાલા અને શાક વાસણમાં ચીટકી જશે. By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) સામગ્રી વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી બનાવવા માટે ૧/૨ કપ ઘંઉના ફાડીયા ૧ ટીસ્પૂન તેલ ૧/૨ ટીસ્પૂ...