વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી

 શાકભાજી વગરની ખીચડી તો સામાન્ય ગણાય પણ ખીચડીને રંગીન બનાવવા તેમાં શાક મેળવવાથી જરૂર એક નવો અનુભવ મળશે. ઘઉંના ફાડીયાની આ ખીચડીનો સ્વાદ તો અલગ છે ઉપરાંત તે પૌષ્ટિક્તા પણ ધરાવે છે જે મધુમેહ, કીડનીની તકલીફ અને રક્તનો ઉંચો દાબ ધરાવનાર માટે અતિ ઉત્તમ ગણાય એવી છે.


આ વેજીટેબલ અને ઘઉંના ફાડીયાની ખીચડીમાં મીઠું ઓછું નાખવામાં આવે છે ઉપરાંત ઘઉંના ફાડીયામાં ફોસ્ફરસ અને પોટેશિયમ બીજી અન્ય અનાજની વાનગીની સરખામણીમાં ઓછું રહેલું છે. આમ આ ખીચડીની મજા એ છે કે તેમાં ફાઇબર વધુ હોવાથી શરીરમાં સાકરના પ્રમાણને દાબમાં રાખે છે.

ઓછા મીઠાવાળી આ ખીચડીના સ્વાદમાં જરા પણ બાંધછોડ કર્યા વગર તેને સ્વાદિષ્ટ બનાવવા તેમાં આદૂ, લસણ, ટમેટા, કાંદા અને મસાલા પાવડર ઉમેરીવામાં આવ્યા છે. તે ઉપરાંત આ ખીચડી ઓછા તેલ વડે પણ બનાવવામાં આવે છે જેથી તેને સતત હલાવતા રહી તૈયાર કરવી, નહીં તો મસાલા અને શાક વાસણમાં ચીટકી જશે.

By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic)
 
સામગ્રી

વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની
ખીચડી ની રેસીપી બનાવવા માટે
૧/૨ કપ ઘંઉના ફાડીયા
૧ ટીસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન જીરૂ
એક ચપટીભર હીંગ
૧/૨ ટીસ્પૂન ઝીણું સમારેલું આદૂ
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૪ કપ ઝીણા સમારેલા ટમેટા
૧/૪ કપ ઝીણી સમારેલી ફૂલકોબી
૧/૪ કપ ઝીણી સમારેલી દૂધી
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૮ ટીસ્પૂન હળદર
૧/૮ ટીસ્પૂન મીઠું
વિધિ
  1. વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી બનાવવા માટે, એક પહોળા નૉન-સ્ટીક પનમાં ઘંઉના ફાડીયાને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સૂકા જ શેકી લો.
  2. એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં જીરૂં અને હીંગ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં આદૂ, લસણ અને કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતલી લો.
  4. તે પછી તેમાં ટમેટા, ફૂલકોબી અને દૂધી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  5. તે પછી તેમાં ઘંઉના ફાડીયા, મરચાં પાવડર, હળદર, મીઠું અને ૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરીને પ્રેશર કુકરમાં ૩ સીટી સુધી રાંધી લો.
  6. કુકરનું ઢાંકણ ખોલતા પહેલાં વરાળને નીકળી જવા દો.
  7. પછી તેમાં ૫ ટેબલસ્પૂન પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી ખીચડીને હલકે હાથે છુંદી રહેતા રાંધી લો.
  8. તરત જ પીરસો.
  

Comments

Popular posts from this blog

સ્પ્રાઉટ અપ્પમ.. / SPROUTS APPAM ....

લસણવાળી મઠ અને પાલકની ટીક્કી

કારેલા નો ઓળો