કોબી જુવારના મુઠીયા

અહીં આ હેલ્ધી કોબી જુવારના મુઠીયા માં કોબી અને જુવારના લોટનું સંયોજન છે જે ભરપુર ફાઇબર અને મસ્ત સુગંધ ધરાવે છે. તમારા શરીરમાં કેલરીની માત્રા ઓછી કરવા આ મુઠીયા અજમાવવા જેવા છે પણ તેના વઘારમાં તેલનો ઉપયોગ ઓછી માત્રામાં કરવો. આ ગુજરાતી કોબીના મુઠીયા નાસ્તા માટે અતિ ઉત્તમ છે અને ફળ કે ફળના રસ સાથે જરૂરથી માણી શકાય એવા છે. By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) કોબી જુવારના મુઠીયા ની રેસીપી બનાવવા માટે ૧ કપ ખમણોલી કોબી ૧ કપ જુવારનો લોટ ૧/૪ કપ લો ફૅટ દહીં ૧ ટેબલસ્પૂન સમારેલી કોથમીર ૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ ૧ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ ૧ ટીસ્પૂન લસણની પેસ્ટ ૧/૨ ટીસ્પૂન હળદર ૧/૨ ટીસ્પૂન હીંગ મીઠું , સ્વાદાનુસાર ૧ ટીસ્પૂન તેલ ૧ ટીસ્પૂન જીરૂ ૩ થી ૪ કડીપત્તાં સજાવવા માટે ૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર બનાવવાની રીત કોબી જુવારના મુઠીયા ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં કોબી, જુવારનો લોટ, દહીં, કોથમીર, લીંબુનો રસ, આદુ-લીલા મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ, ૧/૪ ટીસ્પૂન હીંગ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ૧/૪ કપ પાણી વડે સુંવાળી કણિક ત...