મલ્ટી ગ્રેઈન પુડલા // Multi Grain Pudla
By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) બાજરી , ચોખા અને ફણગાવેલા મગના, ઓછા મસાલાવાળા પુડલા, જે ઓછા તેલમાં, તવા પર બને છે. દહીંનો વપરાશ, આ વાનગીને અનેરો સ્વાદ આપી સુંગધીદાર બનાવે છે. ઝટપટ અને સરળતાથી બનતા આ બાજરા, ચોખા અને ફણગાવેલા મગના પુડલા સવારના અથવા કોઇપણ સમયે નાસ્તા માટે બનાવી શકાય છે. સામગ્રી :- ખીરા માટે ૧/૨ કપ બાજરીનો લોટ ૧/૨ કપ ચોખાનો લોટ ૧/૨ કપ તાજું વલોવેલું દહીં ૧/૨ કપ ફણગાવેલા મગ ૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં ૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર મીઠું , સ્વાદાનુસાર ૧/૪ ટીસ્પૂન હળદર તેલ , ચોપડવા અને રાંધવા માટે લીલી ચટણી બનાવવાની રીત :- ખીરા માટે... એક ઊંડા બાઉલમાં બાજરીનો લોટ, ચોખાનો લોટ, દહીં, ફણગાવેલા મગ, લીલા મરચાં, કોથમીર, મીઠું અને પર્યાપ્ત માત્રામાં પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી, રેડી શકાય એવું ખીરૂ બનાવી લો. હવે તેમાં હળદર ઉમેરી, સારી રીતે મિક્સ કરી, ૧૫ મિનિટ સુધી બાજુ પર રાખો. આગળની રીત... એક નૉન-સ્ટીક તવા પર થોડું તેલ ચોપડી, ગરમ કરો. તેના પર એક...