મલ્ટી ગ્રેઈન પુડલા // Multi Grain Pudla

 By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) 

બાજરી, ચોખા અને ફણગાવેલા મગના, ઓછા મસાલાવાળા પુડલા, જે ઓછા તેલમાં, તવા પર બને છે. દહીંનો વપરાશ, આ વાનગીને અનેરો સ્વાદ આપી સુંગધીદાર બનાવે છે. ઝટપટ અને સરળતાથી બનતા આ બાજરા, ચોખા અને ફણગાવેલા મગના પુડલા સવારના અથવા કોઇપણ સમયે નાસ્તા માટે બનાવી શકાય છે.


સામગ્રી :- 

ખીરા માટે
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર
૧/૪ ટીસ્પૂન હળદર
તેલ , ચોપડવા અને રાંધવા માટે

લીલી ચટણી


બનાવવાની રીત :-

ખીરા માટે... 
  1. એક ઊંડા બાઉલમાં બાજરીનો લોટ, ચોખાનો લોટ, દહીં, ફણગાવેલા મગ, લીલા મરચાં, કોથમીર, મીઠું અને પર્યાપ્ત માત્રામાં પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી, રેડી શકાય એવું ખીરૂ બનાવી લો.
  2. હવે તેમાં હળદર ઉમેરી, સારી રીતે મિક્સ કરી, ૧૫ મિનિટ સુધી બાજુ પર રાખો.

આગળની રીત...

એક નૉન-સ્ટીક તવા પર થોડું તેલ ચોપડી, ગરમ કરો.

  1. તેના પર એક ચમચો ભરીને ખીરૂ રેડી તેને ચમાચા વડે ફેલાવીને ૭૫ મી. મી. (૩”) વ્યાસનો ગોળાકાર બનાવો.
  2. હવે તેને, થોડા તેલની મદદથી, તેની બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  3. ઉપર પ્રમાણે, બાકીના ખીરામાંથી બીજા ૧૪ પુડલા બનાવો.
  4. લીલી ચટણી સાથે ગરમ-ગરમ પીરસો.

હાથવગી સલાહ:

  1. જો તમને પુડલા ઉતારવામાં તકલીફ પડે તો, ખીરામા ૨ ટેબલસ્પૂન ચણાનો લોટ મેળવી, સારી રીતે મિક્સ કરી, પુડલા ઉતારવા.


Millets, rice and sprouted moong, less spicy puddings, which, in less oil, are made on the frying pan. The consumption of curd makes this dish fragrant by giving it a unique flavour. These quick and easy-to-make bajra, rice and sprouted moong pudding can be made for breakfast in the morning or at any time.


Material:- 

For kheera....
1/2 cup bajra flour
1/2 cup rice flour
1/2 cup freshly mashed yogurt
1/2 cup sprouted moong
1 tbsp finely chopped green chilies
1/4 cup finely chopped cilantro
Salt, according to taste
1/4 tsp of turmeric
Oil, for chopping and cooking
Green chutney


How to make:-

For kheera... 
In a deep bowl add bajra flour, rice flour, curd, sprouted moong, green chillies, coriander, salt and enough water, mix well, make a ready-to-cook pudding.
Now add turmeric to it, mix well and set aside for 15 minutes.

The way forward...
Heat a little oil on a non-stick frying pan.
Fill a spoonful of it and pour the kheer and spread it with a spoon and 75 m. Mr. (3") Make a circle of diameter.
Now fry it with the help of a little oil till both sides of it turn golden brown.
As mentioned above, make another 14 pudlas from the rest of the kheera.
Serve hot with green chutney.

Handy advice:

If you find it difficult to remove the pudla, add 2 tablespoons of gram flour to the kheera, mix well and remove the pudla. 







Comments

Popular posts from this blog

સ્પ્રાઉટ અપ્પમ.. / SPROUTS APPAM ....

કારેલા નો ઓળો

લસણવાળી મઠ અને પાલકની ટીક્કી