સ્પ્રાઉટ અપ્પમ.. / SPROUTS APPAM ....
By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) સામગ્રી :- 2 કપ મગ 1/2 કપ અડદ દાળ ૪-૫ આદું ટુકડા ૨-૩ મરચાં ૧૦-૧૨ મીઠા લીમડાના પાન ૧/૨ કપ ડુંગળી ૧/૨ ચમચી બેકિંગ સોડા / ઈનો મીઠું, હિંગ સ્વાદાનુસાર પદ્ધતિ :- 1.) સૌપ્રથવાર મગ ને પલળીને ફણગાવી દેવા. 2.) ત્યારબાદ ફણગાવેલા મગ માં સ્વાદાનુસાર મીઠું, હિંગ, મરચાં, આદું નાખી ખીરુ તૈયાર કરવું. 3.) ત્યારબાદ ખીરામાં ડુંગળી, કોથમીર નાખી તૈયાર કરવું, હવે તેમાં ઉપર ૧/૨ ચમચી ઈનો નાખી ૧/૨ લીંબુ નીચવી ફેટી લેવું . 4.) હવે અપ્પમ નોનસ્ટિક માં તેલ મૂકી રાઈ મૂકી ચમચી થી ખીરું એડ કરવું. 5.) 5 મિનિટ બાદ ચપ્પુ ની મદદ થી ગોળા ને ઉલટાવી લેવા... અપ્પમ 6.) તૈયાર છે હાઈ પ્રોટીન રીચ નાસ્તો, સ્પ્રાઉટ અપ્પમ..