અળસીના શકરપારા
અળસીના શકરપારા અળસીમાં ઑમેગા-૩ ફેટી એસિડ હોય છે છતાં પણ વધુ પડતા લોકોને આ પૌષ્ટિક સામગ્રી વાપરીને કોઇ મજેદાર વાનગી બનાવતા નથી આવડતી. આમ તો આપણે મુખવાસ કે રાઇતામાં અળસીનો ઉપયોગ જરૂર કરીએ છીએ, પણ અમે અહીં એક નવી જ રીતે આ ફાઇબર, કેલ્શિયમ અને ઑમેગા-૩ ફેટી એસિડ ધરાવતી અળસીનો ઉપયોગ કરકરા અળસીના શકરપારા બનાવવા કર્યો છે. સાંજના નાસ્તા માટે આ શકરપારા ખૂબ જ મજેદાર લાગશે. By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) સામગ્રી :- ૧/૪ કપ કરકરો અળસીનો પાવડર ૧ કપ ઘઉંનો લોટ ૧ ટેબલસ્પૂન જેતૂનનું તેલ ૧ ટેબલસ્પૂન સૂકા મિક્સ હર્બસ્ ૧ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ મીઠું , સ્વાદાનુસાર બનાવવાની રીત :- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી (લગભગ ૧/૪ કપ) મેળવી કઠણ કણિક તૈયાર કરી લીધા પછી તેને ઢાંકીને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો. તે પછી કણિકના ૨ સરખા ભાગ પાડી લો. કણિકનો એક ભાગ ૨૦૦ મી. મી. (૮”)ના વ્યાસના ગોળાકારમાં કોઇપણ લોટનો ઉપયોગ ન કરતાં વણી લો. તેની ચારે બાજુએથી થોડી કાપકૂપ કરીને આ...