મૂળાની ભાજીનું શાક
મૂળાની ભાજીનું શાક
By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic)
રેસીપી
1. સૌપ્રથમ મૂળાની ભાજીને ઝીણી સમારી લો અને એક બાઉલમાં તેને પાણીથી સાફ કરી નિતારી લો.
સામગ્રી
500 ગ્રામ મૂળાની ભાજી
5-6 ચમચી તેલ
2 ચમચી ચણાનો લોટ
2 સમારેલા લીલા મરચા
2 ચમચી લાલ મરચું
2 ચમચી ધાણાજીરું
1/2 ચમચી હળદર
ચપટી હિંગમીઠું સ્વાદાનુસાર
1. સૌપ્રથમ મૂળાની ભાજીને ઝીણી સમારી લો અને એક બાઉલમાં તેને પાણીથી સાફ કરી નિતારી લો.
2. ત્યારપછી એક કડાઈમાં તેલ મૂકો તેલ થોડું ગરમ થાય એટલે હિંગ ઉમેરો અને તેમાં સમારેલી મૂળાની ભાજી અને ઝીણા સમારેલા લીલા મરચા ઉમેરી દો.
3. ત્યારપછી તેને થોડા સમય પછી મીઠું અને હળદર ઉમેરી સાંતળવા દો, બધુ પાણી બળી જવા આવે એટલે ઉપરથી ચણાનો લોટ ભભરાવી તો અને બધો મસાલો મીક્સ કરી લો. બધો મસાલો મીક્સ થયા બાદ તેને હલાવી પાછું ઢાંકીને પાંચેક મિનિટ સાંતળો.
4. પછી સરસ મજાની મૂળાની ભાજી નુ શાક તૈયાર થઈ જશે અને તેને એક બાઉલમાં કાઢીને સર્વ કરી લો.
ફાયદાઓ :-
1. ડાયાબિટીસ અને વજન બને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
2. અભ્યાસો દ્વારા જાણવા મળ્યું છે કે મૂળાના પાંદડા જેમાં સલ્ફરસ સંયોજનો હોય છે તે પરોપજીવી પેટના ચેપને અટકાવી શકે છે અને ઝાડાનાં લક્ષણોને દૂર કરી શકે છે. તેઓ પિત્ત ઉત્પાદનને ઉત્તેજીત કરવા માટે પણ જાણીતા છે. યોગ્ય પાચન અને યકૃત અને પિત્તાશયની સારી કામગીરી માટે પિત્ત જરૂરી છે.
Comments
Post a Comment