અળસીના શકરપારા
અળસીના શકરપારા
અળસીમાં ઑમેગા-૩ ફેટી એસિડ હોય છે
છતાં પણ વધુ પડતા લોકોને આ પૌષ્ટિક સામગ્રી વાપરીને કોઇ મજેદાર વાનગી બનાવતા નથી આવડતી.
આમ તો આપણે મુખવાસ કે રાઇતામાં અળસીનો ઉપયોગ જરૂર કરીએ છીએ, પણ અમે અહીં એક નવી જ રીતે આ ફાઇબર, કેલ્શિયમ અને ઑમેગા-૩ ફેટી એસિડ ધરાવતી અળસીનો ઉપયોગ કરકરા અળસીના શકરપારા બનાવવા કર્યો છે.
સાંજના નાસ્તા માટે આ શકરપારા ખૂબ જ મજેદાર લાગશે.
By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic)
સામગ્રી :-
૧/૪ કપ કરકરો અળસીનો પાવડર
૧ કપ ઘઉંનો લોટ
૧ ટેબલસ્પૂન જેતૂનનું તેલ
૧ ટેબલસ્પૂન સૂકા મિક્સ હર્બસ્
૧ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્
મીઠું , સ્વાદાનુસાર
બનાવવાની રીત :-
- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી (લગભગ ૧/૪ કપ) મેળવી કઠણ કણિક તૈયાર કરી લીધા પછી તેને ઢાંકીને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
- તે પછી કણિકના ૨ સરખા ભાગ પાડી લો.
- કણિકનો એક ભાગ ૨૦૦ મી. મી. (૮”)ના વ્યાસના ગોળાકારમાં કોઇપણ લોટનો ઉપયોગ ન કરતાં વણી લો. તેની ચારે બાજુએથી થોડી કાપકૂપ કરીને આડો અવળો ભાગ કાઢી નાંખી પરિપૂર્ણ ચોરસ તૈયાર કરો.
- હવે આ ચોરસ પર ફોર્ક (fork) વડે હળવા હાથે કાંપા પાડીને પછી એક ચપ્પુ વડે ૨૫ મી. મી. (૧”)ના ચતુષ્કોણ ટુકડા પાડી લો.
- રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ કણીકના બીજા ભાગ વડે પણ શકરપારા તૈયાર કરી લો. આમ કુલ મળીને લગભગ ૪૫ શકરપારા તૈયાર થશે.
- હવે આ શકરપારાને બેકિંગ ટ્રે પર ગોઠવી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) તાપમાન પર ૧૫ મિનિટ સુધી શકરપારા બન્ને બાજુએથી હળવા બ્રાઉન અને કરકરા બને તે રીતે વચ્ચે દર ૫ મિનિટે ઉથલાવતા રહી બેક કરી ઠંડા થવા બાજુ પર રાખો.
- તરત જ પીરસો અથવા હવાબંધ બરણીમાં ભરી રાખો.
Comments
Post a Comment