વેજ પિટૌરે ટિક્કા
વેજ પિટૌરે ટિક્કા By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) સામગ્રી 1 કપ ચણાનો લોટ 1કપ ઝીણું સમારેલું કેપ્સિકમ 1 કપ ઝીણું સમારેલું ફ્લાવર 1 સમારેલું ટામેટું 2 ચમચી ઝીણી સમારેલી કોથમીર 2 ચમચી લાલ મરચું 1/2 ચમચી આદુની પેસ્ટ 1 ચમચી ધાણાજીરું 1/2 ચપટી હિંગ 2 ચમચી હળદર 1 ચમચી જીરું સ્વાદ અનુસાર મીઠું રેસીપી 1. એક મોટા બાઉલમાં ચણાનો લોટ લો. 2. અંદર થોડું પાણી નાખી ગંઠા જતા ન રહે ત્યાં સુધી સતત હલાવો. 3. ત્યારબાદ અંદર બાકીનું પાણી ઉમેરો. ચણાના લોટમાં ટોટલ લગભગ અઢી કપ પાણી ઉમેરવું. 4. ત્યારબાદ અંદર મીઠું, 1/2 ચમચી જીરું, પા ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણાજીરું, 2 ચમચી આદુની પેસ્ટ, 1/2 ચમચી હળદર, 2 લીલાં મરચાં ઝીણાં સમારી, 2 ચમચી કોથમીર, 1 કપ કેપ્સિકમ, 1 કપ ફ્લાવર અને 1 ટામેટું ઉમેરી બધું જ બરાબર મિક્સ કરી લો. 5. ત્યારબાદ એક પેન ગરમ કરો અને અંદર બે ચમચી તેલ ગરમ કરો. 6. અંદર હિંગ ઉમેરી સાંતળો, ત્યારબાદ અંદર ખીરું ઉમેરો. તેજ આંચ પર સતત હલાવતા રહો અને ચઢવો. લભગ...