વેજ પિટૌરે ટિક્કા

 

            વેજ પિટૌરે ટિક્કા


By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) 

સામગ્રી

1 કપ ચણાનો લોટ
1કપ ઝીણું સમારેલું કેપ્સિકમ
1 કપ ઝીણું સમારેલું ફ્લાવર
સમારેલું ટામેટું
2 ચમચી ઝીણી સમારેલી કોથમીર
2 ચમચી લાલ મરચું
1/2 ચમચી આદુની પેસ્ટ
1 ચમચી ધાણાજીરું
1/2 ચપટી હિંગ
2 ચમચી હળદર
1 ચમચી જીરું 
સ્વાદ અનુસાર મીઠું  



રેસીપી

1. એક મોટા બાઉલમાં ચણાનો લોટ લો. 

2. અંદર થોડું પાણી નાખી ગંઠા જતા ન રહે ત્યાં સુધી સતત હલાવો. 

3. ત્યારબાદ અંદર બાકીનું પાણી ઉમેરો. ચણાના લોટમાં ટોટલ લગભગ અઢી કપ પાણી ઉમેરવું. 

4. ત્યારબાદ અંદર મીઠું, 1/2 ચમચી જીરું, પા ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણાજીરું, 2 ચમચી આદુની પેસ્ટ, 
1/2 ચમચી હળદર, 2 લીલાં મરચાં ઝીણાં સમારી, 2 ચમચી કોથમીર, 1 કપ કેપ્સિકમ, 1 કપ ફ્લાવર અને 1 ટામેટું ઉમેરી બધું જ બરાબર મિક્સ કરી લો. 

5. ત્યારબાદ એક પેન ગરમ કરો અને અંદર બે ચમચી તેલ ગરમ કરો. 

6. અંદર હિંગ ઉમેરી સાંતળો, ત્યારબાદ અંદર ખીરું ઉમેરો. તેજ આંચ પર સતત હલાવતા રહો અને ચઢવો. લભગગ 5 મિનિટમાં ખીરું જાડું થવા લાગશે. 

7. ત્યારબાદ ગેસની મિડિયમ ધીમી કરી દો અને હલાવી-હલાવીને ચઢવો. બીજી 5 મિનિટ ચઢવ્યા બાદ ગેસની આંચ બંધ કરી દો અને બેટરને એક પ્લેટમાં કાઢી ફેલાવી દો. 

8. સેટ થવા માટે પંખા નીચે મૂકી દો.લગભગ 10 મિનિટમાં સેટ થઈ જશે. 

9. તમારી પસંદ અનુસાર શક્કરપારાની જેમ કાપી લો. 

10. ત્યારબાદ એક પેન ગરમ કરી અંદર એક ચમચી તેલ ઉમેરી ગરમ કરો. 

11. ત્યારબાદ તેલ બધી જ બાજુ ફેલાવી અંદર પીસ ગોઠવી દો. 

12. નીચેની તરફ બ્રાઉન થવા લાગે એટલે બધા જ પીસ પલટી દો. 

13. તેલ ઓછું લાગે તો ઉપર થોડું તેલ લગાવી દો. 

14. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. 

15. તો તૈયાર છે રાજસ્થાની બ્રેકફાસ્ટ, વેજ પિટૌરે ટિક્કા.

ફાયદાઓ:-

બહુ ઓછા તેલમાં બને છે આ જાણીતો રાજસ્થાની બ્રેકફાસ્ટ 

ડાયાબિટીસ ના દર્દીઓ સરળતાથી બ્લડ સુગર વધાર્યા વગર લઇ શકે છે.

આ રેસિપીમાં પ્રોટીન અને ફાઈબર સારા પ્રમાણમાં મળી રહે છે.



Comments

Popular posts from this blog

સ્પ્રાઉટ અપ્પમ.. / SPROUTS APPAM ....

કારેલા નો ઓળો

લસણવાળી મઠ અને પાલકની ટીક્કી