બાજરા, આખા મગ અને લીલા વટાણાની ખીચડી
તમે બાજરાની ખાચડી વિશે સાંભળ્યું હશે જે એક પ્રખ્યાત રાજસ્થાની વાનગી ગણાય છે અને જેની ગણના એક પૌષ્ટિક વાનગીમાં થાય છે. જ્યારે અહીં અમે તેમાં તેના કરતા પણ વધારાના પોષક તત્વો ધરાવતા મગ, લીલા વટાણા અને ટમેટા ઉમેરીને બનતી એક અલગ જ ખીચડી તૈયાર કરી છે, જે ખીચડીના સ્વાદમાં તો વધારો કરે છે ઉપરાંત તેમાં ફાઇબર, લોહ અને પ્રોટીનમાં પણ વધારો કરે છે. આ બાજરા, આખા મગ અને લીલા વટાણાની ખીચડીને સંપૂર્ણ ભોજન તરીકે માણી શકાય એવી છે. By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) સામગ્રી ૧/૪ કપ બાજરી , ૫ કલાક પાણીમાં પલાળીને નીતારી લીધેલી ૧/૪ કપ મગ ૧/૨ કપ લીલા વટાણા ૨ ટીસ્પૂન તેલ ૧ ટીસ્પૂન જીરૂં એક ચપટીભર હીંગ ૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા ૧ કપ સમારેલા ટમેટા ૧ ટીસ્પૂન લસણની પેસ્ટ ૧/૨ ટીસ્પૂન આદૂની પેસ્ટ ૧/૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ ૧/૨ ટીસ્પૂન હળદર ૧ ટીસ્પૂન મરચાં પાવડર મીઠું , સ્વાદાનુસાર રેસિપી બાજરી અને મગને અલગ અલગ એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી સાથે ૫ કલાક પલાળી રાખ્યા બ...