બાજરા, આખા મગ અને લીલા વટાણાની ખીચડી

 તમે બાજરાની ખાચડી વિશે સાંભળ્યું હશે જે એક પ્રખ્યાત રાજસ્થાની વાનગી ગણાય છે અને જેની ગણના એક પૌષ્ટિક વાનગીમાં થાય છે. 

જ્યારે અહીં અમે તેમાં તેના કરતા પણ વધારાના પોષક તત્વો ધરાવતા મગ, લીલા વટાણા અને ટમેટા ઉમેરીને બનતી એક અલગ જ ખીચડી તૈયાર કરી છે, જે ખીચડીના સ્વાદમાં તો વધારો કરે છે ઉપરાંત તેમાં ફાઇબર, લોહ અને પ્રોટીનમાં પણ વધારો કરે છે. 

આ બાજરા, આખા મગ અને લીલા વટાણાની ખીચડીને સંપૂર્ણ ભોજન તરીકે માણી શકાય એવી છે.

By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) 

સામગ્રી
૧/૪ કપ બાજરી , ૫ કલાક પાણીમાં પલાળીને નીતારી લીધેલી
૧/૪ કપ મગ
૧/૨ કપ લીલા વટાણા
૨ ટીસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરૂં
એક ચપટીભર હીંગ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧ કપ સમારેલા ટમેટા
૧ ટીસ્પૂન લસણની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન આદૂની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન મરચાં પાવડર
મીઠું , સ્વાદાનુસાર

રેસિપી
  1. બાજરી અને મગને અલગ અલગ એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી સાથે ૫ કલાક પલાળી રાખ્યા બાદ નીતારી લો.
  2. હવે એક પ્રેશર કુકરમાં બાજરી, મગ, લીલા વટાણા, મીઠું અને ૧ કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૫ સીટી સુધી રાંધી લો.
  3. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો, તે પછી તેને બાજુ પર રાખો.
  4. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂં ઉમેરો.
  5. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  6. તે પછી તેમાં ટમેટા, લસણની પેસ્ટ, આદૂની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ, હળદર, મરચાં પાવડર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો. તેને બટાટા છુંદવાના ચમચા વડે વચ્ચે-વચ્ચે હલાવતા રહી બધી વસ્તુઓને થોડી છુંદી લો.
  7. છેલ્લે તેમાં રાંધેલી બાજરી, મગ અને લીલા વટાણાના મિશ્રણ સાથે ૧/૪ કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  8. ગરમ ગરમ પીરસો.



Comments

Popular posts from this blog

ગરમી સ્પેશિયલ પ્રોટીન રિચ શરબત , પળભરમાં થાક થઈ જાય છે ગાયબ,

જવ અને મગની દાળની ખીચડી