પૌવા રાગીનો હાંડવો // Pauwa Ragino Handwa
By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic)
અતિ પૌષ્ટિક એવો આ હાંડવો પૌવા અને રાગીના લોટ વડે અતિ સ્વાદિષ્ટ બને છે એમ કહી શકાય? હા, આ મજાક નથી. આ હાંડવાનો સ્વાદ માણો ત્યારે તમે પણ કબૂલ કરશો. પૌવામાં લોહતત્વ રહેલો છે જે શરીરમાં નવા રક્તકણ બનાવવામાં ઉપયોગી થાય છે જેથી રક્તના ભ્રમણમાં અને રક્તના દાબને નિયંત્રત રાખવામાં તે મદદરૂપ થાય છે એમ ગણી શકાય.
એટલે અહીં અમે દહીં, પૌવા અને રાગીના લોટ વડે કણિક તૈયાર કરી તેમાં મસાલા પાવડરનો વઘાર ઉમેરીને તથા સારા પ્રમાણમાં શાકભાજી મેળવીને આ હાંડવો તૈયાર કરવામાં આવ્યો છે. આ પૌવા નાચની (રાગી)ના હાંડવામાં મીઠું અતિ ઓછા પ્રમાણમાં ઉમેરવાથી તે રક્તના ઉંચા દબાણ ધરાવનાર માટે માફકરૂપ ગણી શકાય.
જો કણિક બહુ વહેલી તૈયાર કરશો તો તેમાંથી પાણી છુટશે અને હાંડવો બનાવવામાં તકલીફ થશે એટલે કણિક બનાવીને તરત જ હાંડવો બનાવી લેવો. ઉપરાંત એ પણ ધ્યાન રાખશો કે હાંડવો બનતા વધુ સમય લાગશે એટલે ધીરજથી મધ્યમ તાપ પર જ તેને રાંધવો.
પૌવા રાગીનો હાંડવો ની રેસીપી બનાવવા માટે...
૧ કપ જાડા પૌવા , ધોઈને નિતારેલા
૧/૨ કપ રાગીનો લોટ
૧/૨ કપ દહી
૧/૨ કપ ખમણેલી દૂધી
૧/૨ કપ ખમણેલા ગાજર
૧/૪ કપ બાફેલા લીલા વટાણા
૨ ટીસ્પૂન આદૂ-મરચાંની પેસ્ટ
૧ ટીસ્પૂન સાકર
૧/૮ ટીસ્પૂન હળદર
૧/૮ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૪ ટીસ્પૂન મીઠું
૧ ટીસ્પૂન તેલ
૧ ટીસ્પૂન રાઈ
૨ ટીસ્પૂન તલ
૧/૮ ટીસ્પૂન હીંગ
૧ ટીસ્પૂન તેલ, ચોપડવા માટે
બનાવવાની રીત
1.) પૌવા રાગીનો હાંડવો ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં દહી અને ૧ ૧/૨ કપ પાણી મેળવીને મથની વડે સારી રીતે મિક્સ કરી લો.
2.) તેમાં પૌવા મેળવીને, સારી રીતે મિક્સ કરીને ૨૦ મિનિટ સુધી બાજુ પર મુકી દો.
3.) તેમાં દૂધી, ગાજર, લીલા વટાણા, આદૂ-મરચાંની પેસ્ટ, સાકર, હળદર, મરચાં પાવડર અને મીઠું મેળવીને સારી રીતે મિક્સ કરી લો. પછી બાજુ પર મુકી દો.
4.) એક નાના નૉન-સ્ટીક પનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ અને હીંગ મેળવીને તેને મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
5.) આ વધારને પૌવા-દહી-શાકના મિશ્રણ પર રેડીને સારી રીતે મિક્સ કરી લો.
તેમાં રાગીનો લોટ મેળવીને સારી રીતે મિક્સ કરી લો.
6.) નૉન-સ્ટીક પન ગરમ કરીને તેને ૧/૪ ટીસ્પૂન તેલ વડે ચોપડી લો. તેની પર ખીરાનો ૧ ભાગ રેડીને તેને સરખી રીતે પાથરી લો. તેને ઢાકણ વડે ઢાંકીને મધ્યમ તાપ પર ૧૦ થી ૧૨ મિનિટ અથવા તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકી લો.
7.) દરેક હાંડવાને ૪ ભાગમાં કાપીને પીરસો.
Can it be said that this highly nutritious handwa becomes very tasty with powa and nachni flour? Yes, this is not a joke. You will also confess when you enjoy the taste of this handwa. Powa contains iron which is useful in making new blood cells in the body so that it can be considered to be helpful in the circulation of blood and in controlling the pressure of blood.
So here we have prepared this handwa by preparing the dough with curd, powa and nachni flour, adding a bowl of masala powder to it and getting a good amount of vegetables. Adding a very small amount of salt to the handwa of this pauwa nachni can be considered suitable for those with high blood pressure.
If you prepare the dough very early, then the water will be released from it and it will be difficult to make the handwa, so make the dough and make the handwa immediately. Also, keep in mind that it will take longer to make handwa, so patiently cook it on medium heat.
To make a recipe of Pauwa Nachni's Handwa...
1 cup thick powa, washed and drained
1/2 cup ragi flour
1/2 cup yogurt
1/2 cup of boiled milk
1/2 cup roasted carrots
1/4 cup boiled green peas
2 tsp ginger-chilli paste
1 tsp sugar
1/8 tsp of turmeric
1/8 tsp chilli powder
1/4 tsp salt
1 tsp oil
1 tsp rye
2 tsp sesame seeds
1/8 tsp asafoetida
1 tsp oil, to crush
How to make
1.) To make a recipe for Powa Nachni's Handwa, add curd and 1 1/2 cups of water in a deep bowl and mix well with the mathni.
2.) Add the powa, mix well and leave aside for 20 minutes.
3.) Add the milk, carrots, green peas, ginger-chilli paste, sugar, turmeric, chilli powder and salt and mix well. Then put it on the side.
4.) Heat oil in a small non-stick pan, add mustard seeds, sesame seeds and asafoetida and sauté on medium heat for 30 seconds.
5.) Pour this mixture on the powa-curd-vegetable mixture and mix it well.
Add ragi flour to it and mix well.
6.) Heat a non-stick pan and strain it with 1/4 tsp oil. Pour 1 part of the cucumber on it and spread it evenly. Cover it with a lid and sauté on medium heat for 10 to 12 minutes or till it turns golden brown in colour from both sides.
Comments
Post a Comment