ગાજર અને મગદાળ નું સૂપ / carrot moong dal soup
By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) સામગ્રી :- 1 કપ બારીક સમારેલા ગાજર. 1/2 કપ લીલી મગની ની દાળ 1 ટી સ્પૂન તેલ ૪ થી ૫ કાળા મરી ૧/૨ કપ સમારેલા કાંદા ૨ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ ૧/૪ કપ સમારેલા ટામેટાં ૩/૪ કપ દૂધ લો ફેટ મીઠું સ્વાદાનુસાર ૧/૪ ટેબલસ્પૂન તાજો પીસેલી કાળા મરીનો ભુકો ૧ ટીસ્પૂન ઝીણા સમારેલા કાંદા પદ્ધતિ :- 1.) ગાજર અને મગની દાળનું સૂપ બનાવવા માટે એક ઊંડા નોનસ્ટીક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં મરીના દાણા કાંદા અને લસણ ઉમેરો અને મધ્યમ તાપ પર એક થી બે મિનિટ સુધી સાતળી લો. 2.) ગાજર અને ટામેટા ઉમેરો સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર બે થી ત્રણ મિનિટ સુધી રાંધો. 3.) લીલી મગની દાળ અને ચાર કપ પાણી ઉમેરો અને 15 મિનિટ અથવા ગાજર નરમ થાય ત્યાં સુધી પકાવો. 4.) થોડું ઠંડુ થવા માટે બાજુ પર રાખો અને મિક્સરમાં પીસીને સ્મૂધ પ્યુરી બનાવો. 5.) પ્યુરીને પછી એક ઊંડા નોનસ્ટીક પેનમાં નાખો અને તેમાં દૂધ એક કપ પાણી મીઠું અને મરી ઉમેરો સારી રીતે મિક્સ કરો અને ઉકાળો. (ફાવે ...