ઉનાળા સ્પેશિયલ દૂધી અને ફૂદીના રાઈતો ની રેસીપી.....
By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) આ વિશિષ્ટ ગુણકારી મજેદાર રાઇતો ગરમીના દીવસોમાં પીરસવામાં આવશે ત્યારે અતિ મજેદાર લાગશે. ઓછી કેલરીવાળી ખમણેલી દૂધી અને પીપરમેન્ટનો સ્વાદ આપતું ફૂદીનો આ રાઇતાને અનેરો બનાવે છે. જો તમને દૂધ પ્રત્યે અભાવ હોય તો તમારી પ્રોટીન અને કેલ્શિયમની જરૂરીયાત પૂરી કરે એવા દરેક અંશ આ રાઇતામાં છે. સામગ્રી :- દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી બનાવવા માટે ૧ કપ ખમણેલી દૂધી ૧ કપ જેરી લીધેલી લો ફૅટ દહીં ૪ ટેબલસ્પૂન સમારેલો ફૂદીનો ૧/૪ ટીસ્પૂન શેકેલું જીરૂ ૧/૪ ટીસ્પૂન સંચળ ૧/૨ ટીસ્પૂન સાકર (OPTIONAL) બનાવવાની રીત :- દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી બનાવવા માટે, દૂધીને ૪ થી ૫ મિનિટ સુધી બાફીને ઠંડી થવા બાજુ પર રાખો. એક બાઉલમાં બધી વસ્તુઓ સાથે બાફેલી દૂધી મેળવીને સારી રીતે રવઈથી વલોવીલો. આમ તૈયાર થયેલા રાઈતાને ઓછામાં ઓછું ૧/૨ ક્લાક રેફ્રીજરેટરમાં રાખી મૂકો. ઠંડું સીરસો.