Posts

ગરમી સ્પેશિયલ પ્રોટીન રિચ શરબત , પળભરમાં થાક થઈ જાય છે ગાયબ,

Image
    By:  Dietician  (Apex Diabetes Thyroid Hormone Clinic)    જો કે સત્તુ પાઉડરને સુપર ફૂડ પણ કહે છે. તેથી ગરમીના સમયગાળા દરમિયાન આ પ્રકારના શરબતનું સેવન કરવામાં આવે તો તે લાભદાયી થાય છે. વધુમાં આ શરબત પીવાથી શરીર તાજગીમય અને સ્ફૂર્તિલું રહે છે. તથા આ સત્તુ વોટર શરબત પીવાથી શરીરમાં થકાન પણ દૂર થાય છે. સત્તુ વોટર શરબત બનાવવા માટેની સામગ્રી :- સત્તુ પાવડર અથવા શેકેલા ચણાનો પાવડર: 2 ચમચી સંચળ: ½ ચમચી મરી: ½ ચમચી ચાટ મસાલો: ½ ચમચી ઠંડું પાણી: 1 ગ્લાસ ફૂદીનાનો પાવડર: ½ ચમચી કોથમીર પાન: 2-3 ફૂદીનાના પાન: 2-3 લીંબુની સ્લાઈસ: 1 પીસ બરફના ટુકડા: 2-3 સત્તુ વોટર શરબત બનાવવાની રીત :- સૌપ્રથમ સત્તુનો પાઉડર બનાવવા માટે 1 બાઉલ જેટલા શેકેલા ચણા લો. હવે તેને મિક્સરમાં ક્રશ કરી તેનો પાવડર બનાવી લો. ત્યારબાદ તેને એક કાચની બોટલમાં ભરી હવાચુસ્ત બંધ કરી લો. હવે સત્તુ વોટર શરબત બનાવવા માટે સૌપ્રથમ એક તપેલીમાં 1 ગ્લાસ ઠંડુ પાણી લો. ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલો સત્તુનો પાવડર નાખો. હવે તેમાં અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરો. જો તમને ફૂદીનાની ફ્લેવર પસંદ હોય તો તેમાં અડધી ચમચી ફુદીનાનો પાઉડર મિક્સ કરો. ત્યાર પછી આ

કેલ્શિયમ રીચ્ પરોઠા // calcium rich paratha

Image
    By:  Dietician  (Apex Diabetes Thyroid Hormone Clinic)  સામગ્રી  Enter Twinkle ✨ Enter Twinkle  1.) સળગવો 2 થી 4 શીંગ 2.) ઘઉં નો કરકરો લોટ 1 કપ 3.) ચણા નો લોટ 2 કપ 4.) રાગી નો લોટ 1 કપ 5.) 1 ચમચી તલ 6.) 1 કપ મેથી, પાલક 7.) જરૂરત મુજબ હળદળ, મીઠું. પદ્ધતિ:  1.) સૌ પ્રથમ સળગવાને બાફી લ્યો, ત્યાર બાદ શીંગ માંથી ગર કાઢીને બાફેલા પાણી માં નાખી એક રસ કરી નાખો. 2.) હવે એક વાસણ માં ઉપર મુજબ માં બધા લોટ મિક્સ કરો. 3.)  હવે તેમાં સ્વાદાનુસાર મીઠું, હળદળ, તેલ, પાલક, મેથી નાખી દયો.  4.)  હવે સળગવના એકરસ કરેલા પાણી વડે લોટ બાંધો. તે લોટ ના લુવા કરીને રોટલી જેમ બનાવી શેકી લ્યો, સેક્તી વખતે ઘી , અથવા તેલ ખુબ ઓછા પ્રમણમાં લગાવી શકો.  ( રોટલી બનાવીને પણ વાપરી શકાય તેમ નથી પાલક ન નાખવા). 5.) તૈયાર છે કેલ્શિયમ રીચ પરોઠા... વિડીયો રેસીપી જોવા માટે અહીં ક્લિક કરો https://www.instagram.com/reel/CySFab_o6fn/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

ઉનાળા સ્પેશિયલ દૂધી અને ફૂદીના રાઈતો ની રેસીપી.....

Image
  By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   આ વિશિષ્ટ ગુણકારી મજેદાર રાઇતો  ગરમીના દીવસોમાં પીરસવામાં આવશે ત્યારે અતિ મજેદાર લાગશે.  ઓછી કેલરીવાળી  ખમણેલી દૂધી અને પીપરમેન્ટનો સ્વાદ આપતું ફૂદીનો આ રાઇતાને અનેરો બનાવે છે. જો તમને દૂધ પ્રત્યે અભાવ હોય તો તમારી  પ્રોટીન  અને  કેલ્શિયમની  જરૂરીયાત પૂરી કરે એવા દરેક અંશ આ રાઇતામાં છે. સામગ્રી :-  દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી બનાવવા માટે ૧ કપ   ખમણેલી દૂધી ૧ કપ   જેરી લીધેલી લો ફૅટ દહીં ૪ ટેબલસ્પૂન   સમારેલો ફૂદીનો ૧/૪ ટીસ્પૂન   શેકેલું જીરૂ ૧/૪ ટીસ્પૂન   સંચળ ૧/૨ ટીસ્પૂન   સાકર  (OPTIONAL) બનાવવાની રીત :- દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી બનાવવા માટે, દૂધીને ૪ થી ૫ મિનિટ સુધી બાફીને ઠંડી થવા બાજુ પર રાખો. એક બાઉલમાં બધી વસ્તુઓ સાથે બાફેલી દૂધી મેળવીને સારી રીતે રવઈથી વલોવીલો. આમ તૈયાર થયેલા રાઈતાને ઓછામાં ઓછું ૧/૨ ક્લાક રેફ્રીજરેટરમાં રાખી મૂકો. ઠંડું સીરસો.

વેજિટેબલ ઓટ્સ પેનકેક કેવી રીતે બનાવવી ???

Image
    By:  Dietician  (Apex Diabetes Thyroid Hormone Clinic)    વેજિટેબલ ઓટ્સ પેનકેક માટે સામગ્રી  1. 1 કપ ઓટ્સનો લોટ 2.  1/2 કપ છીણેલું ગાજર 3. 1/2 કપ બારીક સમારેલી પાલક 4. 2 ચમચા બારીક સમારેલી કોથમીર (ધનીયા) 5. 2 ચમચી બારીક સમારેલા લીલા મરચા 6. સ્વાદ અનુસાર મીઠું 7. 3 1/2 ચમચી મગફળીનું તેલ અથવા ચોપડવા અને રાંધવા માટે તેલ વેજિટેબલ ઓટ્સ પેનકેક સાથે પીરસવા માટે દહીંવાળી ફુદીનાની ચટણી અથવા લીલી ચટણી પદ્ધતિ 1. વેજિટેબલ ઓટ્સ પેનકેક બનાવવા માટે, ઉંડા વાસણમાં 1 કપ પાણી સાથે, બધી સામગ્રી ભેગી કરો અને સારી રીતે મિક્સ કરી, પાતળું ખીરું બનાવો. 2. નોન-સ્ટીક તવા (લોઢી) ને ગરમ કરો અને ¼ ચમચી મગફળીના તેલનો ઉપયોગ કરીને ગ્રીસ કરો. 3. તેના પર એક ચમચા જેટલું ખીરું નાખો અને 100 મીમી (4 ”) ગોળ બનાવવા માટે ગોળાકાર ગતિમાં ફેલાવો. 4. ¼ ચમચી મગફળીના તેલનો ઉપયોગ કરીને, જ્યાં સુધી તે બંને બાજુથી આછા બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી રાખો. 5. આજ રીતે બાકીના ખીરામાંથી 5. આજ રીતે બાકીના ખીરામાંથી વધુ 6 પેનકેક બનાવો. 6. તરત જ દહીંવાળી ફુદીનાની ચટણી અથવા લીલી ચટણી સાથે પીરસો.  

મખાનાનો ટેસ્ટી ચેવડો...

Image
  By:   Dietician   ( Apex Diabetes Thyroid Hormone Clinic )   સામગ્રી  મખાના 100 ગ્રામ  તેલ 2 ચમચી  રાઈ 1/2 ચમચી  સીંગદાણા 2 ચમચી લીમડાના પાન 6 નંગ  હળદર 2 ચમચી  લાલ મરચું  1 ચમચી મીઠું 1 ચમચી  (વજન વધારવા માટે બદામ, કાજુ, અને ટોપરું પણ નાખી શકાય)   રેસીપી 1. રેસીપી સૌ પ્રથમ એક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે મખાના શેકી લો.  2. પછી તેને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ ફરી કડાઈમાં થોડું તેલ મુકી ગરમ થાઈ એટલે તેમાં રાઈ  ઉમેરી એમાં સીંગદાણા ઉમેરી લીમડીના પાન ઉમેરી થોડીવાર સાંતળવા દો.  3. ત્યારબાદ તેમાં હળદર ઉમેરી મખાના ઉમેરી મિક્સ કરી લો પછી લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરી  મિક્સ કરી લો.  4. તો તૈયાર છે મખાના ટેસ્ટી ચેવડો. આ વજન ઉતારવા માટે પણ ખુબ ફાયદાકારક છે ફાયદાઓ:- માત્ર મખાના સ્વસ્થ નથી, પરંતુ તે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઇબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન અને  ઝીંકનો સારો સ્રોત છે.  તેમાં મેગ્નેશિયમની માત્રા હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ અને મેદસ્વીપણાથી પીડિત લોકો માટે  ખૂબ ઉપયોગી બનાવે છે.

સરગવાનું સૂપ

Image
By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી   3-4 સરગવાની શીંગ 1 ચમચી ઘી 1 ઝીણી સમારેલી ડુંગળી 5-6 સમારેલું લસણ 1/4 ચમચી જીરું પાઉડર 1/2 ચમચી મરી પાઉડર  મીઠું સ્વાદ અનુસાર 1 ચમચી કોથમીર સમારેલી મીઠું સ્વાદ અનુસાર તૈયારીનો સમય : 5  મિનિટ રસોઈનો સમય : 10 મિનિટ રેસિપી  1. સૌ પ્રથમ સરગવાની સીંગ ને ધોઈ લો અને તેને લાંબા ટુકડા માં કાપી લો, આ સરગવાની સીંગને બાફી લો.   2. ત્યારબાદ સરગવાની સીંગ બફાય જાય એટલે આ બાફેલી સીંગને એક બાજુ કાઢો અને આ બાફેલા પાણી ને એક વાસણમાં લઇ લો. બાફેલું પાણી સાચવી રાખવાનું છે.  3. ત્યારબાદ બાફેલી સરગવાની સીંગ માંથી તેનો બધો પછી આ ગર અને સરગવો બાફેલું પાણી મિક્સ કરીને મિક્સર માં પીસી લો.   4. પછી એક કડાઈ માં ઘી ગરમ કરો, ઘી ગરમ થઇ જાય એટલે તેમાં લસણ અને ડુંગળી ઉમેરીને 2 મિનિટ સાંતળો.ડુંગળી બરાબર સંતળાય જાય એટલે તેમાં પીસેલો સરગવા નો પલ્પ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.  5. જો સૂપ વધારે ઘટ્ટ હોય તો તેમાં જરૂરી પાણી ઉમેરવું પછી તેમાં મરી પાઉડર, જીરું પાઉડર અને મીઠું મિક્સ કરો, આ સરગવાના સૂપને 3-4 મિનિટ ઉકાળવા દો પછી ગેસ બંધ કરી લો.  6. પછી સૂપમાં ક

બાજરીના ચમચમિયા

Image
  By:   Dietician   ( Apex Diabetes Thyroid Hormone Clinic )   સામગ્રી :- 1 કપ બાજરીનો લોટ 1/2 કપ મેથીના પાન, સમારેલા 1/4 કપ કોથમીર, સમારેલી 1/4 કપ લીલા લસણ / લીલું લસણ ઝીણું સમારેલું 1/2 ચમચી અજવાઈન/કેરમ સીડ્સ 1/2 ચમચી હિંગ 1/4 ચમચી હળદર 5 લસણની કળી, સમારેલી 1 નંગ આદુ, છીણેલું 4 લીલા મરચાં, બારીક સમારેલા 1 ચમચી તલ 1/2 કપ દહીં  સ્વાદ પ્રમાણે મીઠું ગ્રીસિંગ માટે તેલ સૂચનાઓ 1.) ઘટ્ટ બેટર બનાવવા માટે તમામ ઘટકોને એકસાથે મિક્સ કરો. 2.) પાણી અને મીઠું સાથે સ્વાદ સાથે સુસંગતતા વ્યવસ્થિત કરો. 3.) પેન ગરમ કરો અને નાના પેનકેક/ઉત્તપા બનાવવા માટે એક ચમચી બેટર રેડો. 4.) થોડા તલ છાંટો. ક્રિસ્પ આઉટર બનાવવા માટે રાંધતી વખતે બંને બાજુ તેલ લગાવો. 5.) બાજરી ને ચમચમિયા ને તમારી પસંદગીની ચટણી સાથે સર્વ કરો.