Posts

Showing posts from August, 2021

મખાનાનો ટેસ્ટી ચેવડો

Image
                   મખાનાનો ટેસ્ટી ચેવડો By:   Dietician   ( Apex Diabetes Thyroid Hormone Clinic )   સામગ્રી  મખાના 100 ગ્રામ  તેલ 2 ચમચી  રાઈ 1/2 ચમચી  સીંગદાણા 2 ચમચી લીમડાના પાન 6 નંગ  હળદર 2 ચમચી  લાલ મરચું  1 ચમચી મીઠું 1 ચમચી    રેસીપી 1. રેસીપી સૌ પ્રથમ એક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે મખાના શેકી લો.  2. પછી તેને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ ફરી કડાઈમાં થોડું તેલ મુકી ગરમ થાઈ એટલે તેમાં રાઈ  ઉમેરી એમાં સીંગદાણા ઉમેરી લીમડીના પાન ઉમેરી થોડીવાર સાંતળવા દો.  3. ત્યારબાદ તેમાં હળદર ઉમેરી મખાના ઉમેરી મિક્સ કરી લો પછી લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરી  મિક્સ કરી લો.  4. તો તૈયાર છે મખાના ટેસ્ટી ચેવડો. આ વજન ઉતારવા માટે પણ ખુબ ફાયદાકારક છે ફાયદાઓ:- માત્ર મખાના સ્વસ્થ નથી, પરંતુ તે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઇબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન અને  ઝીંકનો સારો સ્રોત છે.  તેમાં મેગ્નેશિયમની માત્રા હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ અને મેદસ્વીપણાથી પી...

કારેલા નો ઓળો

Image
        કારેલા નો ઓળો By:   Dietician   ( Apex Diabetes Thyroid Hormone Clinic )   સામગ્રી  1/2 કિલો કારેલા 2 નંગ ઝીણી સમારેલી ડુંગળી  5-6 નંગ લસણની કળી,  3 નંગ ઝીણા સમારેલા લીલા મરચા,  1 ચમચી કોથમીર,  3 નંગ ટામેટા (સમારેલા)  1 ચમચી જીરૂ,  1/2 ચમચી રાઇ,  1/2 ચમચી હળદર પાવડર,  1 ચમચી ગરમ મસાલો,  1 ચમચી આમચૂર મસાલો,  1 ચમચી ધાણા પાવડર,  સ્વાદાનુસાર મીઠું,  જરૂરિયાત મુજબ પાણી  રેસીપી 1. સૌ પ્રથમ કારેલાને ધોઇ લો.   2. પછી કારેલાને વચ્ચેથી કટ લગાવીને તેને બીજ નીકાળી લો, પછી મીડીયમ આંચ પર પેનમાં  પાણી ગરમ કરવા મૂકો.   3. ત્યારબાદ તેમા ઉકળો આવતા જ કારેલા, હળદર અને મીઠું ઉમેરીને 5 મિનિટ સુધી ઉકળવા દો.  4. આમ કરવાથી કારેલાની કડવાશ ઓછી થઇ જશે. ત્યારપછી તેને ગળણીથી ગાળીને તેનું પાણી  નીકાળી લો અને સૂકવી લો.   5. કારેલાનું પાણી સૂકાઇ જાય એટલે તેમા ગેસ પર મૂકી 1-2 મિનિટ શેકી લો. આમ કરવાથી  ભરથામાં સ્મોકી ફ્લેવર આવશે.  6. ત્યારબાદ એક કઢાઇમાં તેલ ગરમ કરી લો. ...

મેથી અપ્પમ

Image
                  મેથી અપ્પમ By:   Dietician   ( Apex Diabetes Thyroid Hormone Clinic )   સામગ્રી :- ૧ કપ રવો  1/2 કપ દહીં  ૧ચમચી આદુમરચાં વાટેલા  ૪ ચમચી મેથી સમારેલી  ૧ ચમચી  ફુટ સોલ્ટ તેલ જરૂર મુજબ  મીઠું સ્વાદ અનુસાર રીત:- 1. સૌ પ્રથમ તો રવો ચાળીને એક તપેલીમાં લો, એમાં દહીં અને જરૂર લાગે તો પાણી ઉમેરી મધ્યમ ઘટ્ટ ખીરું તૈયાર કરો. થોડીવાર માટે રહેવા દો.  2. હવે અપ્પમ પાત્રને ધીમા તાપે ગરમ કરવા મૂકો અને એ દરમિયાન અપ્પમનું ખીરું બનાવો.  3. દહીંમાં પલાળેલા રવાના મિશ્રણમાં વાટેલા આદુમરચાં, સમારેલી મેથી, સ્વાદ અનુસાર મીઠું, ૧ ચમચી તેલ  અને ઉપર છેલ્લે ફુટ સોલ્ટ ઉમેરો. ઉપર જરા પાણી નાંખો જેથી ફુટ સોલ્ટ બરાબર એક્ટિવ થઈ જાય. 4. હવે આ મિશ્રણને એકદમ સરખી રીતે હલાવી લો અને અપ્પમ પાત્રમાં થોડું થોડું ખીરું ઉમેરી બંને સાઈડ ફેરવીને અપ્પમ તૈયાર કરો.  5. લો તૈયાર છે મેથી અપ્પમ. ફાયદાઓ :- ઉપલબ્ધ પુરાવાઓના આધારે, મેથીમાં લોહીમાં સુગરનું સ્તર ઘટાડવા, ટેસ્ટોસ્ટેરોન વધારવા અને સ્તનપાન કરાવતી માતાઓમા...

શક્કરીયાં ચિપ્સ

Image
          શક્કરીયાં ચિપ્સ By:  Dietician  (Apex Diabetes Thyroid Hormone Clinic) 500 ગ્રામ શક્કરિયા તળવા માટે તેલ મસાલા માટે:-  મરી પાવડર  સિંધાનમક(સિંધાલુણ)  લાલ મરચું પાવડર  જીણી સમારેલી કોથમીર    રેસિપી  1. સૌ પ્રથમ શક્કરિયાની છાલ ઉતારી લાંબી ચિપ્સમાં  કાપી લો, જો ચિપ્સ ક્ટર ઉપયોગ કરશો  તો ચિપ્સ એકધારી બનશે નહિ તો ચપ્પ વડે એકસરખી કાપવા ની ટ્રાય કરવી.  2. ત્યારબાદ ચિપ્સ કાપી તેને પાણીમાં રાખવી જેથી ચિપ્સ કાળી ન પડે, બધી જ ચિપ્સ કાપીને ચાર થી પાંચ પાણીથી સાફ કરી લેવી.  3. ત્યારબાદ તેને કોટનના સાફ કપડામાં સૂકવી કપડાથી લૂછી લેવી.  4. ત્યારબાદ તેલમાં તળી લેવી. પહેલા થોડી થોડી ચિપ્સ તેલમાં તળી લેવાની.  5. ચિપ્સ લાઈટ બ્રાઉનિશ થાય ત્યાં સુધી ધીમી આંચ પર તળી લેવી. આ રીતે તળવાથી ચિપ્સ એકદમ ક્રન્ચી બને છે.  6. ત્યારબાદ એક નાના બાઉલમાં મરી પાવડર, સિંધાનમક તેમજ લાલ મરચું પાવડર મિક્સ કરી લેવું જેથી ચિપ્સ બનાવ્યા પછી તેના પર મસાલો ભભરાવી શકાય. (જો તમે ફરાળ માટે ન બનાવતા હોવ તો સિંધાનમકની જગ્યાએ ...