મેથી અપ્પમ

                 મેથી અપ્પમ


By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) 

સામગ્રી :-

૧ કપ રવો 
1/2 કપ દહીં 
૧ચમચી આદુમરચાં વાટેલા 
૪ ચમચી મેથી સમારેલી 
૧ ચમચી ફુટ સોલ્ટ
તેલ જરૂર મુજબ 
મીઠું સ્વાદ અનુસાર


રીત:-

1. સૌ પ્રથમ તો રવો ચાળીને એક તપેલીમાં લો, એમાં દહીં અને જરૂર લાગે તો પાણી ઉમેરી મધ્યમ ઘટ્ટ ખીરું તૈયાર કરો. થોડીવાર માટે રહેવા દો. 

2. હવે અપ્પમ પાત્રને ધીમા તાપે ગરમ કરવા મૂકો અને એ દરમિયાન અપ્પમનું ખીરું બનાવો. 

3. દહીંમાં પલાળેલા રવાના મિશ્રણમાં વાટેલા આદુમરચાં, સમારેલી મેથી, સ્વાદ અનુસાર મીઠું, ૧ ચમચી તેલ 
અને ઉપર છેલ્લે ફુટ સોલ્ટ ઉમેરો. ઉપર જરા પાણી નાંખો જેથી ફુટ સોલ્ટ બરાબર એક્ટિવ થઈ જાય.

4. હવે આ મિશ્રણને એકદમ સરખી રીતે હલાવી લો અને અપ્પમ પાત્રમાં થોડું થોડું ખીરું ઉમેરી બંને સાઈડ ફેરવીને અપ્પમ તૈયારકરો. 

5. લો તૈયાર છે મેથી અપ્પમ.

ફાયદાઓ :-

ઉપલબ્ધ પુરાવાઓના આધારે, મેથીમાં લોહીમાં સુગરનું સ્તર ઘટાડવા, ટેસ્ટોસ્ટેરોન વધારવા અને સ્તનપાન કરાવતી માતાઓમાં દૂધનું ઉત્પાદન વધારવા માટે ફાયદા છે.
 
મેથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી શકે છે, બળતરા ઓછી કરી શકે છે અને ભૂખ નિયંત્રણમાં મદદ કરી શકે છે.

Comments

Popular posts from this blog

ગરમી સ્પેશિયલ પ્રોટીન રિચ શરબત , પળભરમાં થાક થઈ જાય છે ગાયબ,

જવ અને મગની દાળની ખીચડી