મખાનાનો ટેસ્ટી ચેવડો
By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic)
સામગ્રી
મખાના 100 ગ્રામ
તેલ 2 ચમચી
રાઈ 1/2 ચમચી
સીંગદાણા 2 ચમચી
લીમડાના પાન 6 નંગ
લીમડાના પાન 6 નંગ
હળદર 2 ચમચી
લાલ મરચું 1 ચમચી
મીઠું 1 ચમચી
1. રેસીપી સૌ પ્રથમ એક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે મખાના શેકી લો.
2. પછી તેને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ ફરી કડાઈમાં થોડું તેલ મુકી ગરમ થાઈ એટલે તેમાં રાઈ
ઉમેરી એમાં સીંગદાણા ઉમેરી લીમડીના પાન ઉમેરી થોડીવાર સાંતળવા દો.
3. ત્યારબાદ તેમાં હળદર ઉમેરી મખાના ઉમેરી મિક્સ કરી લો પછી લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરી
મિક્સ કરી લો.
4. તો તૈયાર છે મખાના ટેસ્ટી ચેવડો. આ વજન ઉતારવા માટે પણ ખુબ ફાયદાકારક છે
ફાયદાઓ:-
ફાયદાઓ:-
માત્ર મખાના સ્વસ્થ નથી, પરંતુ તે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઇબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન અને
ઝીંકનો સારો સ્રોત છે.
તેમાં મેગ્નેશિયમની માત્રા હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ અને મેદસ્વીપણાથી પીડિત લોકો માટે
ખૂબ ઉપયોગી બનાવે છે.
Comments
Post a Comment