શક્કરીયાં ચિપ્સ
શક્કરીયાં ચિપ્સ
By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic)
500 ગ્રામ શક્કરિયા તળવા માટે તેલ મસાલા માટે:-
રેસિપી
1. સૌ પ્રથમ શક્કરિયાની છાલ ઉતારી લાંબી ચિપ્સમાં કાપી લો, જો ચિપ્સ ક્ટર ઉપયોગ કરશો તો ચિપ્સ એકધારી બનશે નહિ તો ચપ્પ વડે એકસરખી કાપવા ની ટ્રાય કરવી.
2. ત્યારબાદ ચિપ્સ કાપી તેને પાણીમાં રાખવી જેથી ચિપ્સ કાળી ન પડે, બધી જ ચિપ્સ કાપીને ચાર થી પાંચ પાણીથી સાફ કરી લેવી.
3. ત્યારબાદ તેને કોટનના સાફ કપડામાં સૂકવી કપડાથી લૂછી લેવી.
4. ત્યારબાદ તેલમાં તળી લેવી. પહેલા થોડી થોડી ચિપ્સ તેલમાં તળી લેવાની.
5. ચિપ્સ લાઈટ બ્રાઉનિશ થાય ત્યાં સુધી ધીમી આંચ પર તળી લેવી. આ રીતે તળવાથી ચિપ્સ એકદમ ક્રન્ચી બને છે.
6. ત્યારબાદ એક નાના બાઉલમાં મરી પાવડર, સિંધાનમક તેમજ લાલ મરચું પાવડર મિક્સ કરી લેવું જેથી ચિપ્સ બનાવ્યા પછી તેના પર મસાલો ભભરાવી શકાય.
(જો તમે ફરાળ માટે ન બનાવતા હોવ તો સિંધાનમકની જગ્યાએ મીઠું ઉમેરી શકાય. ચિપ્સ બનાવ્યા બાદ તેના પર મસાલો ભભરાવી ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરવી.)
Comments
Post a Comment