રાજમાં સેન્ડવીચ
# આજની રેસિપી # રાતના મેનુ માટે # રાજમાં સેન્ડવીચ
1 .રાજમા ૧ કપ 7. ચપટી લાલ માર્ચ પાઉડર
2. ડુંગળી ૧ 8. ચપટી કાળું મીઠું
3. પનીર ૨ ચમચી 9. ચીઝ સ્પ્રેડ ૧ ચમચી
4. ખીરા કાકડી ૧ 10. મલ્ટીગ્રેઇન બ્રેડ ૮ નંગ
5. લીલા મરચાની પેસ્ટ 11.લીંબુનો રસ ૧ ચમચી
6.ચપટી ચેટ મસાલો 12.સ્વાદાનુસાર મીઠું અને ૧ ચમચી બટર
# રેસિપી
1. સૌ પ્રથમ રાજમાં સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલા રાજમાને આગલી રાત્રે ૭ થી ૮ કલાક માટે
પલાળી દો.
2. ત્યારબાદ બીજા દિવસે સવારે કૂકરમાં રાજમામાં થોડું મીઠું નાખીને બાફી લ્યો.
3. ત્યારબાદ એક મોટા બાઉલમાં રાજમાં, સમારેલી ડુંગળી, સમારેલી ખીરા કાકડી, પનીર અને લીલા
મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી લો.
4. ત્યારબાદ બાઉલમાં ચેટ મસાલો, લાલમરચાં પાઉડર, કાળું મીઠું અને લીંબુનો રસ નાખીને મિક્સ કરો.
5. ત્યારબાદ એક બ્રેડની સ્લાઈસ લઈને તેની પાર ચીઝ લગાડો. ત્યારબાદ તેની પાર રાજમાનું તૈયાર કરેલું
મિશ્રણ લગાડો અને તેની ઉપર બીજી એક બ્રેડ સ્લાઈસ મૂકી દો.
6. ત્યારબાદ લોઢી પર સેન્ડવીચ મૂકી બને બાજુથી શેકી લો. તમે ઈચ્છો બતો સેન્ડવીચ મેકરમાં પણ આ
સેન્ડવીચ ટોસ્ટ કરી શકો છો.
7. તૈયાર છે રાજમાં સેન્ડવીચ. પ્લેટમાં કાઢીને ટોમેટો ચટણી સાથે સર્વ કરો.
# ડાયાબિટીસના દર્દી માટે લાઈટ અને બનવવામાં સરળ એવી રાજમાં સેન્ડવીચ એ
સુગર કંટ્રોલ કરવા અને ફિટ રહેવા માટેનું એક ઉત્તમ ઉદાહરણ છે. તેને તમારા રાતના
મેનુમાં ઉમેરી અને તમારા દિવસ દરમિયાનની પ્રોટીન, ફાઈબર અને વિટામિન્સની
માત્રા સંતુલિત કરો.
# Thank you visiting our website - wellness blog - food recipes .
# Don't forget to have fun with food be healthy.
Comments
Post a Comment