સ્ટફ્ડ નાચની (રાગી) રોટલી

          આજની રેસિપી - સ્ટફ્ડ નાચની (રાગી)  રોટલી 

    

By:- Dietician (Apex  diabetes Thyroid Hormone Clinic) 


 સામગ્રી

1. નાચની  રોટલીની કણક માટે

2. 1/4 કપ રાગી (નાચની  / લાલ બાજરી) નો લોટ

3. 1/4 કપ આખા ઘઉં નો લોટ (ગેહુ કા આટા)

4. 2 ચમચી ઘી અથવા મગફળીનું તેલ

5. સ્વાદ અનુસાર મીઠું

 

 શાકભાજીના પૂરણ માટે

1. 1/2 કપ છીણેલું ફ્લાવર

2. 3 ચમચા સમારેલા મેથી (મેથી) ના પાન

3. 2 ચમચા છીણેલા બીટર ગોર્ડ (કારેલા)

4. 1/4 ચમચી બારીક સમારેલા લીલા મરચા

5. 1/4 ચમચી બારીક સમારેલું આદુ (અદરક)

6. સ્વાદ અનુસાર મીઠું

 

 સ્ટ્ફ્ડ નાચની રોટલી માટે અન્ય સામગ્રી

1. વણવા માટે આખા ઘઉંનો લોટ (ગેહુ કા આટા)

2. શેકવા માટે 2 ચમચી ઘી અથવા મગફળીનું તેલ

 

પદ્ધતિ

1. નાચની  રોટલીની કણક માટે

2. એક ઉંડા વાસણમાં તમામ સામગ્રીને ભેગી કરો અને પૂરતા હુંફાળા પાણીનો ઉપયોગ કરીને નરમ કણક

બાંધો.

3. કણકને 4 સમાન ભાગોમાં વહેંચો અને બાજુ પર રાખો.

 

સ્ટફ્ડ નાચની  રોટલી કેવી રીતે બનાવવી

1. શાકભાજીના પૂરણને 4 સમાન ભાગોમાં વહેંચો અને બાજુ પર રાખો.

2. કણકના એક ભાગને આખા ઘઉંનો લોટ લઇને વણીને 75 મીમી (3") વ્યાસ જેટલું ગોળ બનાવો.

3. શાકભાજીના પૂરણના એક ભાગને રોટલીની મધ્યમાં મૂકો, બધી કિનારીને વચ્ચે એક સાથે લાવો અને

સરખી રીતે બંધ કરો.

4. ફરીથી તેને આખા ઘઉંનો લોટ લઇને વણીને 125 મીમી (5") વ્યાસ જેટલું ગોળ બનાવો.

5. એક નોન-સ્ટીક તવા (લોઢી) ને ગરમ કરો અને તેમાં સ્ટફ્ડ નચની રોટલીને 1/2 ચમચી ઘી અથવા

તેલનો ઉપયોગ કરીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન ટપકાં થાય ત્યાં સુધી શેકો.

6. વધુ ૩ સ્ટફ્ડ નાચની રોટલી બનાવવા માટે 2 થી 5 પગલાં પ્રમાણે ફરીથી કરો.

7. સ્ટફ્ડ નાચની રોટલી તરત જ પીરસો.


ફાયદા 

રાગી લો ગ્લાયસેમીક ઈન્ડેક્સ ધરાવે છે જેથી તે ડાયાબીટીના દર્દી માટે ફાયદા કારક છે .

રાગીમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે.

વજન ઘટાડવામાં મદદ કરે.

કોલેસ્ટેરોલ ઘટાડવામાં મદદ કરે.

પ્રોટીન નો સારો સ્ત્રોત છે.


Comments

Popular posts from this blog

ગરમી સ્પેશિયલ પ્રોટીન રિચ શરબત , પળભરમાં થાક થઈ જાય છે ગાયબ,

જવ અને મગની દાળની ખીચડી