ઓટ્સ ઉપમા
By:- Dietician (Apex diabetes Thyroid Hormone Clinic)
ઓટ્સ ઉપમા (બ્રેકફાસ્ટ રેસીપી) રેસીપી - ઓટ્સ ઉપમા
સામગ્રી
ઓટ્સ ઉપમા માટે
2 કપ ક્વીક કુકીંગ રોલ્ડ ઓટ્સ
3 ચમચી ઓલિવ ઓઇલ અથવા તેલ
1 ચમચી હળદર પાવડર (હલ્દી)
1 ચમચી રાઇના દાણા (રાઇ/સરસોં)
1 ચમચી અડદની દાળ (વિભાજીત કાળા મસૂર)
5 થી 6 મીઠા લીમડાના પાન (કડી પત્તા)
1 આખું સૂકું કાશ્મીરી લાલ મરચું, તેના ટુકડા કરેલા
2 લીલા મરચાં, ચીરા કરેલા
1/2 કપ બારીક સમારેલી ડુંગળી
1/4 કપ બારીક સમારેલા ગાજર
1/4 કપ લીલા વટાણા
1 ચમચી ખાંડ, જરૂર હોય તો
સ્વાદ અનુસાર મીઠું
સુશોભન માટે
2 ચમચા બારીક સમારેલી કોથમીર (ધનીયા)
પદ્ધતિ
ઓટ્સ ઉપમા માટે
1. ઓટ્સ ઉપમા બનાવવા માટે, નોન-સ્ટીક પેનમાં ૧ ચમચી ઓલિવ તેલ ગરમ કરો, ઓટ્સ અને ½
ચમચી હળદર પાવડર નાંખો અને મધ્યમ આંચ પર 3 થી 4 મિનિટ માટે અથવા જ્યાં સુધી હળવા
બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો, ક્યારેક ક્યારેક હલાવો. એક બાજુ રાખો.
2. બાકીના 2 ચમચી ઓલિવ તેલને પહોળા નોન-સ્ટીક વાસણમાં ગરમ કરો અને તેમાં રાઇ નાખો.
3. જ્યારે દાણા તતડી જાય ત્યારે તેમાં અડદની દાળ, લીમડાના પાન, લાલ મરચાં અને લીલા મરચાં નાખી
મધ્યમ આંચ પર ૧ મિનિટ સુધી સાંતળો.
4. ડુંગળી ઉમેરીને મધ્યમ આંચ પર 1 મિનિટ માટે અથવા ડુંગળી અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળો.
5. ગાજર અને લીલા વટાણા નાખો અને મધ્યમ આંચ પર ૨ મિનિટ સુધી સાંતળો.
6. ઓટ્સ મિશ્રણ, ખાંડ, મીઠું અને બાકીની ½ ચમચી હળદર પાવડર નાંખો, સારી રીતે ભેળવી દો અને એક
મિનિટ મધ્યમ આંચ પર રાખી સતત હલાવતા રહો.
7. 1½ કપ ગરમ પાણી ઉમેરો, ઢાંકીને ધીમી આંચ પર 2 મિનિટ માટે રહેવા દો, ક્યારેક હલાવતા રહો.
8. ધાણાથી શણગારી તરત જ ઓટ્સ ઉપમા પીરસો.
Comments
Post a Comment