મલ્ટી લોટની ઇડલી
સ્વસ્થ મલ્ટી ગ્રેઇન ઇડલીની રેસીપી
By:- Dietician (Apex diabetes Thyroid Hormone Clinic)
સામગ્રી
1. ૧/૨ કપ અડદની દાળ
2. 1 ચમચી ફેનુગ્રીક (મેથી)
ના દાણા
3. 1/2 કપ બાજરીનો લોટ
4. 1/2 કપ જુવારનો લોટ
5. 1/2 કપ રાગીનો લોટ
6. 1/2 કપ આખા ઘઉં નો લોટ
7. સ્વાદ અનુસાર મીઠું
8. મલ્ટી લોટની ઇડલી સાથે
પીરસવા માટે
સંભાર પદ્ધતિ
1. એક ઉંડા વાસણમાં અડદની
દાળ અને મેથીના દાણા ભેગા કરો અને તેને પૂરતા પાણીમાં 2 કલાક માટે
પલાળો.
2. બધું પાણી કાઢી લો અને
લગભગ ¾ કપ પાણી લઇ લીસું થાય ત્યાં સુધી મીક્સરમાં વાટો.
3. આ મિશ્રણને એક ઉંડા વાસણમાં
લો, તેમાં બાજરીનો લોટ, જુવારનો લોટ, રાગીનો લોટ, આખા ઘઉંનો
લોટ, મીઠું અને લગભગ 1¾ કપ
પાણી ઉમેરો. અને ચમચાનો ઉપયોગ કરીને ખૂબ જ સારી રીતે મિક્સ
કરો. ઢાંકણથી ઢાંકો અને આથો
લાવવા માટે આખી રાત રાખો.
4. આથો લાવ્યા પછી, ફરી એક
વાર ખીરાને સારી રીતે મિક્સ કરો અને એક ચમચા ખીરાને ગ્રીસ કરેલા
ઇડલી મોલ્ડમાં નાંખો.
5. તેને ઇડલી સ્ટીમરમાં 10 મિનિટ અથવા તે રાંધાય ત્યાં સુધી વરાળમાં મૂકો.
6. બાકીના ખીરામાંથી વધુ
ઇડલીઓ બનાવો.
7. સંભાર સાથે તરત પીરસો.
Comments
Post a Comment