ક્વિનોઆ ડોસા કેવી રીતે બનાવવા?
ક્વિનોઆ ડોસા રેસીપી
By:- Dietician (Apex diabetes Thyroid Hormone Clinic)
સામગ્રી
1. 1/4 કપ અડદની દાળ
2. 1/2 કપ ક્વિનોઆ લોટ
3. 1/4 કપ આખા ઘઉં નો લોટ
(ગેહુ કા આટા)
4. સ્વાદ અનુસાર મીઠું
5. 2 1/4 ચમચી રસોઈ માટે ઘી અથવા તેલ
પદ્ધતિ
1. અડદની દાળને પૂરતા પાણીમાં
1 કલાક માટે પલાળી રાખો. બધું પાણી કાઢી લો.
2. ½ કપ પાણી લઇ લીસું થાય
ત્યાં સુધી મીક્સરમાં વાટો.
3. ઉંડા વાસણમાં બાકીની સામગ્રી,
તૈયાર કરેલ દાળનું ખીરું અને ¾ કપ પાણી ભેગું કરો, ચમચાનો
ઉપયોગ કરીને ખૂબ જ સારી રીતે
મિક્સ કરો.
4. નોન-સ્ટીક તવા (લોઢી)
ને ગરમ કરો, તવા (લોઢી) પર થોડું પાણી છાંટો અને કપડાનો ઉપયોગ કરીને
તેને હળવેથી સાફ કરો.
5. તેના પર એક ચમચા જેટલું
ખીરું નાખો અને 150 મીમી (6 ”) વ્યાસનું પાતળું ગોળ બનાવવા માટે તેને
ગોળાકાર ગતિમાં ફેલાવો.
6. તેના ઉપર અને ધાર પર
¼ ચમચી તેલ ચોપડો અને વધુ આંચ પર બંને બાજુથી ડોસા બ્રાઉન રંગનો
થાય ત્યાં સુધી રાખો.
7. ઉપરની બાજુથી વાળી અર્ધ
વર્તુળ અથવા રોલ બનાવો.
8. બાકીના ખીરામાંથી એ જ
રીતે બીજા 8 ડોસા બનાવો.
9. તરત જ પીરસો.
Jyoti
ReplyDelete