ઓટસ અને મગની દાળના દહીંવડા

 ઓટસ અને મગની દાળના દહીંવડા

By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) 

સામગ્રી 

૨ ચમચી શેકીને પાવડર કરેલ ઓટસ 

૧/૨ કપ અડદની દળ 

૧/૪ કપ મગની દાળ

૧,૧/૪ કપ લો ફેટ દહીંમીઠું (સુગર ફ્રી પાઉડર ) 

૧/૨ ચમચી બેકિંગ પાવડર 

૨,૧/૨  ચમચી જીરા પાવડર 

૨,૧/૨ ચમચી મરચાં પાવડર 

મીઠું સ્વાદાનુસાર


રેસિપી 

૧. સૌ પ્રથમ મગની દાળને અને અડદની દાળને ધોઈને જરૂરી પાણીમાં રાતભર પલાળી રાખો.

૨. ત્યારબાદ બીજા દિવસે તેને નિતારીને ૧/૪ કપ પાણી સાથે મિક્સરમાં દળી ખીરું તૈયાર કરી લો. આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી, બાઉલને ઢાંકીને ૩ થી ૪ કલાક આથો આવવા માટે બાજુ પર રાખો.

૩. ત્યારબાદ તેમાં પાવડર કરેલા ઓટસ, મીઠું અને બેકિંગ સોડા ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. 

૪. ત્યારબાદ વડા તૈયાર  કરવાના મોલ્ડ માં તેલ ચોપડી લો. તે પછી મોલ્ડના દરેક ભાગમાં દોઢ ચમચી ખીરું રેડી લો. મોલ્ડને ઢાંકીને માધ્યમ તાપે ૩ થી ૪ મિનિટ અથવા વડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો. 

૫. ત્યારબાદ મોલ્ડમાં રહેલા દરેક વડાને ફોર્ક વડે ઉથલાવીને તેની બીજી બાજુને પણ માધ્યમ તાપ પર વધુ ૨ થી ૩ મિનિટ સુધી અથવા વડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો. આવી રીતે ૨ ઘાણ બનાવી બીજા વડા તૈયાર કરી લો. 

૬. પછી આમ તૈયાર થયેલા વડાને જરૂરી પાણીમાં ૨૦ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ દરેક વડાને હાથ વડે દબાવીને તેમાથીં પાણી કાઢી લીધા બાદ તેને બાજુ પર રાખો.

૭. ત્યારબાદ એક પીરસવાની ડીશમાં ૩ વડા ગોઠવીને તેને પર ૧/૪ કપ જેટલી મીઠાવાળું દહીં પાથરી લો. તે પછી તેની પર ૧/૨ ચમચી જીરા પાવડર અને ૧/૨ ચમચી મરચાં પાવડર છાંટી લો.

૮. તો તૈયાર છે ઓઅત્સ અને મગની દાળના દહીં વડા.


ફાયદાઓ : ઓટસ અને મગની દાળમાં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી સુગર કંટ્રોલ સારી રીતે કરી શકાય છે. 

        

Comments

Popular posts from this blog

સ્પ્રાઉટ અપ્પમ.. / SPROUTS APPAM ....

કારેલા નો ઓળો

લસણવાળી મઠ અને પાલકની ટીક્કી