હૈદરાબાદી સિકમપુરી કબાબ

 હૈદરાબાદી સિકમપુરી કબાબ



By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) 

સામગ્રી
 
2 કપ ચણા ની પલાળેલી દાળ
3 કાચા કેળા/બટેટા
1/4 કપ ખમણેલું પનીર
1 પાલક
2 ચમચી દૂધ નો પાઉડર કપ બાફેલા વટાણા
1 કેપ્સિકમ
1 ચમચી જીરૂ
1 આદુ નો ટુકડો
1 ચમચી આમચૂર પાઉડર
4 લીલા મરચા (ટેસ્ટ પ્રમાણે મીઠું સ્વાદાનુસાર નાખવા)
બ્રેડ ક્રમ્બસ જરૂર મુજબ

રેસિપી 

1. સૌ પ્રથમ દાળ ને ૪/૫ કલાક પલાળી ને પાણી વગર વાટી લો.
ત્યારબાદ પાલક ને ઉકળતા પાણી માં ચપટી મીઠું ઉમેરી ને 1 મિનિટ બાફી લો.વટાણાને પણ બાફી  
તેમાંથી પાણી નિતારી લો. 

2. ત્યારબાદ કેપ્સિકમ ને જીણું જીણું સમારી લો.બધું ઠંડું થાય એટલે આદુ, મરચા, જીરું, પાલક, 
વટાણા વાટી લો. (પાણી બિલકુલ ન રહેવું જોઇએ.) 

3. ત્યારબાદ પનીર ને ખમણી લેવું. કેળા/બટેટાને બાફી લો. તેને એક બાઉલમાં છુંદો કરી લો. 

4. ત્યારબાદ દાળ ની પેસ્ટ,પાલક ની પેસ્ટ,કાળા/બટેટાની માવો,પનીર, મિલ્ક પાઉડર,જરૂર મુજબ બ્રેડનો ભુક્કો, મીઠું, આમચૂર પાઉડર, બધું હલકા હાથે મીક્સ કરી લો. અને થોડી વાર ફ્રીઝ માં મુકી દો.પછી તેના કબાબ વાળી લો. (પનીર અને મિલ્ક પાઉડર ને મિક્સ કરીને આ કબાબ માં ભરી પણ શકાય છે). કબાબને ફરી થી ફ્રીઝ માં મુકી દો. જેથી તેમાં તેલ નહિ રહે. કબાબને 2,3 દિવસ ફ્રીજર માં સ્ટોર પણ કરી શકાય છે. 

5. ત્યારબાદ એક કડાઈ માં તળવા માટે તેલ ગરમ કરવું.પહેલા ફાસ્ટ ગડ કરવો,તેલ બરાબર ગરમ 
થઇ જાય એટલે સ્લો કરવો. બધા કબાબ ર કે ૩ જ એક સાથે તળવા.જેથી ફૂટવાનો ડર ન રહે. 
ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાં. 

6. તો તૈયાર છે મો માં મૂકતા ની સાથે ઓગળી જાય તેવા ટેસ્ટી હૈદરાબાદી સિકમપુરી કબાબ,
કોથમીર ફુદીના ની તીખી ચટણી અને કેચઅપ સાથે સર્વ કરો.

ફાયદાઓ 

1. ચણાની દાળમાં અને પનીરમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોવાથી કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઘટાડી 
શકાય છે. 
2. પાલકમાં  અને કાચા કેળામાં રહેલ ફાઈબર તમારા સુગરને ઝડપથી વધતું અટકાવે છે. 



Comments

Popular posts from this blog

ગરમી સ્પેશિયલ પ્રોટીન રિચ શરબત , પળભરમાં થાક થઈ જાય છે ગાયબ,

જવ અને મગની દાળની ખીચડી