સરગવાનું સૂપ
સરગવાનું સૂપ
By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic)
સામગ્રી
3-4 સરગવાની શીંગ
1 ચમચી ઘી
1 ઝીણી સમારેલી ડુંગળી
5-6 સમારેલું લસણ
1/4 ચમચી જીરું પાઉડર
1/2 ચમચી મરી પાઉડર
મીઠું સ્વાદ અનુસાર
1 ચમચી કોથમીર સમારેલી
મીઠું સ્વાદ અનુસાર
તૈયારીનો સમય : 5
મિનિટ રસોઈનો સમય : 10 મિનિટ
1. સૌ પ્રથમ સરગવાની સીંગ ને ધોઈ લો અને તેને લાંબા ટુકડા માં કાપી લો, આ સરગવાની સીંગને બાફી લો.
2. ત્યારબાદ સરગવાની સીંગ બફાય જાય એટલે આ બાફેલી સીંગને એક બાજુ કાઢો અને આ બાફેલા પાણી ને એક વાસણમાં લઇ લો. બાફેલું પાણી સાચવી રાખવાનું છે.
3. ત્યારબાદ બાફેલી સરગવાની સીંગ માંથી તેનો બધો પછી આ ગર અને સરગવો બાફેલું પાણી મિક્સ કરીને મિક્સર માં પીસી લો.
4. પછી એક કડાઈ માં ઘી ગરમ કરો, ઘી ગરમ થઇ જાય એટલે તેમાં લસણ અને ડુંગળી ઉમેરીને 2 મિનિટ સાંતળો.ડુંગળી બરાબર સંતળાય જાય એટલે તેમાં પીસેલો સરગવા નો પલ્પ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
5. જો સૂપ વધારે ઘટ્ટ હોય તો તેમાં જરૂરી પાણી ઉમેરવું પછી તેમાં મરી પાઉડર, જીરું પાઉડર અને મીઠું મિક્સ કરો, આ સરગવાના સૂપને 3-4 મિનિટ ઉકાળવા દો પછી ગેસ બંધ કરી લો.
6. પછી સૂપમાં કોથમીર મિક્સ કરો અને ગરમ ગરમ પીરસો.
Comments
Post a Comment