રેઇનબો સલાડ



 રેઇનબો સલાડ

By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) 

સામગ્રી 

1 કપ દાડમના દાણા 

1 કપ સમારેલી કાકડી 

1 કપ ફણગાવેલા મગ 

1/2 કપ છીણેલુ ગાજર 

1બારીક સમારેલું લીલું મરચું 

2 ચમચી કોથમીર 

1ચમચી લીંબુનો રસ 

1/2 ચમચી સંચળ/ પ્રમાણસર મીઠું 

1કપ કેપ્સિકમ 


રેસિપી 

સૌપ્રથમ કાકડી, ગાજર, કેપ્સિકમને પાણીથી સાફ કરી સમારી લો. 

ત્યારબાદ દાડમના દાણા કાઢી લો. હવે એક બાઉલમાં બધા શાકભાજીને મિક્સ કરી મીઠું અને સંચળ ઉમેરી દો. 

તેમાં લીંબુનો રસ પણ ઉમેરી દો. ત્યારબાદ સવિંગ પ્લેટમાં લઈને દાણા ઉમેરી સર્વ કરો.


ફાયદાઓ :-

રેગ્યુલર સલાડ નું સેવન કરવાથી શરીરમાં એન્ટિઓક્સિડન્ટ (વિટામિન સી અને ઇ, ફોલિક એસિડ, લાઇકોપીન, અને આલ્ફા- અને બીટા કેરોટિન) નું પ્રમાણ વધે છે.

સલાડમાં ફાઈબર અને પાણીનું પ્રમાણ વધારે હોવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે અને ડાઈજેશન સુધારે છે 
.
ફાઈબર નું પ્રમાણ વધારે હોવાથી તેમજ કેલરી ઓછી હોવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રાખે છે.

Comments

Popular posts from this blog

સ્પ્રાઉટ અપ્પમ.. / SPROUTS APPAM ....

કારેલા નો ઓળો

લસણવાળી મઠ અને પાલકની ટીક્કી