પાલકવાળી દાળ
પાલકવાળી દાળ
By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic)
સામગ્રી
૧૦૦ ગ્રામ ચણાદાળ
૧ જુડી પાલક
૧/૨ ચમચી જીરું
૧ ચપટી હિંગ
૧/૨ ચમચી કસુરીમેથી
૨ લીલા માર્ચ કાપેલ
૧ ડુંગળી કાપેલ
૧/૨ ચમચી ગરમ મસાલો
૧ ચમચી ધાણાજીરું
૧/૪ લો ફ્રેટ દહીં
૧ ચમચી તેલ
મીઠું સ્વાદ અનુસાર
રેસિપી :-
ચણાદાળ ધોઈ તેમાં ૨ કપ પાણી નાખી ૧ થી ૨ સિટી વગાડી બાફી લો.દાળને ચમચાથી એકરસ કરવિ.
પાલક ધોઈને સમારીને પાણીમાં પકાવી.ત્યારબાદ નિતારી લેવા અને બાફેલ પાલક ની પેસ્ટ બનાવી.
તેલને નોનસ્ટિક તાવમાં ગરમ કરી તેમાં જીરું અને હિંગ અને કસુરીમેથી નાખવિ.જીરું તતડે એટલે લીલા મરચા,ડુંગળી, આદુની પેસ્ટ અને લસણ પેસ્ટ નાખી સાંતળો.તેમાં ગરમ મસાલો,મીઠું,ધાણાજીરું નાખી ૨ થી ૩ મિનિટ પકાવું.પાલકની પેસ્ટ ઉમેરવી.
દૂધ અને ૧/૨ કપ પાણી નાખી ૩ થી ૪ મિનિટ પકાવી.તેમાં બાફેલ દાળ નાખી ૪ થી ૫ મિનિટ પાકવા દેવું.ગરમ ગરમ પીરસવું .
ફાયદાઓ :-
પાલકમાં કેરોટિનોઇડ્સ વધુ હોય છે, જે તમારું શરીર વિટામિન એ એમાં ફેરવી શકે છે.
વિટામિન સી થી ભરપૂર છે. આ વિટામિન શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ ધરાવે છે. જે ત્વચાના આરોગ્ય અને રોગપ્રતિકારક કાર્યને પ્રોત્સાહન આપે છે.
વિટામિન K1 હોય છે. આ વિટામિન લાગેલા ઘા ના રુજમાટે લોહીના ગંઠન માટે જરૂરી છે
ફોલિક એસિડ થી ભરપૂર છે.
આયર્ન અને કેલ્શિયમ થી ભરપૂર છે.
મગમાં પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ વધારે હોવાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
Comments
Post a Comment