દૂધીનું સૂપ

                                          દૂધીનું સૂપ 



સામગ્રી :-

એક મોટી દુધી
કોથમીર
લીંબુ 
આદુ 
સંચળ
જીરું 
ધી

રીત:-


1. દુધી ને બાફેલો પછી હેન્ડ મીકસર થી ક્રશ કરી લો. 

2. પછી તેમાં મીઠું અને હળદર નાખી ગરમ કરવા મૂકો.
 
3. તેમાં 2 ગ્લાસ પાણી નાખી ઉકાળો પછી તેમાં કોથમીર લીંબુ આદુ સંચળ જીરું નાંખો. 

4. ઘી મૂકી જીરું નાખી વઘારો. 

5. દર્દીઓ માટે ગાળીને આપવવુ અને ઘી નો વધાર ના કરવો. 

કફ થાય નહીં તે માટે... - દુધી નો સુપ તૈયાર છે.  



દૂધીના સૂપના ફાયદાઓ:- 

તે ખૂબ જ આલ્કલાઇન છે અને પેટમાં એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે.

તે આયર્ન, વિટામિન સી અને બી કોમ્પ્લેક્સ થી સમૃદ્ધ છે.

તેમાં સોડિયમ અને પોટેશિયમ છે. 

તે ડિટોક્સ અને લો કેલેરી આહાર માટે ઉત્તમ છે 

અને કબજિયાત અને અન્ય પાચક વિકારો સામે ખૂબ અસરકારક છે.

Comments

Popular posts from this blog

ગરમી સ્પેશિયલ પ્રોટીન રિચ શરબત , પળભરમાં થાક થઈ જાય છે ગાયબ,

જવ અને મગની દાળની ખીચડી