સાત ધાનનો ખીચડો
સાત ધાનનો ખીચડો
By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic)
સામગ્રી
50 ગ્રામ જુવાર
50 ગ્રામ બાજરો
50 ગ્રામ મગ
50 ગ્રામ ચણા
50 ગ્રામ ચોખા
50 ગ્રામ ચણાની દાળ
50 ગ્રામ ફોતરાવાળી મગની દાળ
50 ગ્રામ લીલા વટાણ
50 ગ્રામ લીલા ચણા,
50 ગ્રામ લીલું લસણ
50 ગ્રામ ઘી
1 ચમચી જીરૂ
1 ચમચી હિંગ
ચારથી પાંચ મીઠા લીમડાના પાન
૧નંગ લાલ મરચું
ચારથી પાંચ લવિંગ
મીઠું સ્વાદ અનુસાર
રેસીપી
1. સૌપ્રથમ મગ, ચણા, ચણાની દાળ ને પલાળી દો, બાજરો તથા જુવારને મિલ્ચરમાંઅધકચરા કરી લો.
2. ત્યારબાદ એક કૂકરમાં પાણી મુકો અને જેટલું કઠોળનું માપ છે એના કરતાં ડબલ પાણી મુકો, તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી પાણી ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા બધા કઠોળ ઉમેરો
અને ધીમા તાપે પાંચથી છ સીટી થાય એટલે ખીચડો તૈયાર થઇ જશે.
3. ત્યારબાદ એક બાઉલમાં તૈયાર કરેલો ખીચડો કાઢી લો, એક પેનમાં ઘી ગરમ કરો તેમાં જીરું, લવિંગ, મીઠા લીમડાના પાન, લીલું લસણ અને હિંગ ઉમેરો, તેમાં સુકુ લાલ મરચું ઉમેરીને બરાબર મિક્સ કરો અને ખીચડી ઉપર વઘાર ઉમેરો.
4. તો તૈયાર છે ગરમ ગરમ ખીચડો કઢી અથવા દહીં સાથે સર્વ કરો.
Comments
Post a Comment