પાલક લીંબુ મરીની સેવ
પાલક લીંબુ મરીની સેવ
By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic)
2 કપ ચણાનો લોટ
રેસિપી
1. સો પ્રથમ પાલકને સમારીને પાણીથી સાફ કરી લો.
2. હવે મિક્સર જારમાં પાલકને ઉમેરી તેમાં સંચળ, લીંબુના રસ અને પાણી ઉમેરી પીસી લો.
તેને ગળણીથી ગાળી લો.
3. ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ ચાળી લો, તેમાં મરીનો પાઉડર પણ સાથે ચાળી લો, તેમા મીઠું પણ ઉમેરી દો.
4. ત્યારબાદ લોટમાં પાલકનો રસ ઉમેરી લોટ બાંધી લો. ચણાની સેવ જેવો જ લોટ બાંધવો.
5. ત્યારબાદ લોટને લાંબા આકાર આપી દો જેથી સંચામાં ભરવામાં સરળતા રહે.
6. ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. સેવના સંચામાં લોટ ભરી લો.
7.ત્યારબાદ ગરમ તેલમાં સેવ પાડી લોને બને બાજુ તળી લો. તો તૈયાર છે પાલક લીંબુ મરીની સેવ.
Comments
Post a Comment