સુજી(રવો) નો હાંડવો

         By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic)                




સામગ્રી :-

1 કપ સોજી (રવો)
1 કપ ખાટું દહીં 
1 મોટી ચમચી આદુ-મરચાંની પેસ્ટ 
1 નાની ચમચી હળદર 
1 મોટી ચમચી લાલ મરચું પાઉડર
1નાની છીણેલી ડુંગળી
1નાનું છીણેલું ગાજર 
2 કપ છીણેલી દૂધી
1 કપ વટાણાં 
મીઠો લીમડો 
1 નાની ચમચી તલ 
1 નાની ચમચી રાઈ 
ચપટી હિંગ 
સ્વાદાનુસાર મીઠું 
રેસીપી
1. સૌ પ્રથમ સોજી (રવો )માં દહીં ઉમેરી સોજીને 10 મિનિટ માટે પલળવા મુકી દો
2. સોજી(રવો ) પલળી જશે એટલે તે થોડી ઘટ્ટ થઈ જશે એટલે મિશ્રણને પાતળું કરવા માટે તેમાં 
થોડુ પાણી ઉમેરો.
 
3. ત્યારબાદ સોજીના(રવો ) આ મિશ્રણમાં આદુ-મરચાંની પેસ્ટ, મીઠું, કોથમીર, હળદર, લાલ મરચું 
પાઉડર અને થોડી ખાંડ ઉમેરીને મિક્સ કરો. 

4. ત્યારબાદ તેમાં છીણેલી ડુંગળી, છીણેલું ગાજર, છીણેલી દૂધી અને વટાણાં ઉમેરીને મિક્સ કરી 
લો. ત્યારબાદ એક નાના પેનમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. 

5. રાઈ તતડી જાય એટલે તેમાં મીઠા લીમડાંના પાન, તલ અને હિંગનો વઘાર કરો. વઘાર ફૂટી 
જાય એટલે તેમાં સોજીના તૈયાર કરેલા મિશ્રણને ઉમેરી તેને 10 સુધી મિનિટ ચડવા દો. 

6. ત્યારબાદ હાંડવો એક બાજુ ચડી જાય એટલે તેને પલટાવી દો. 

7. હાંડવો વધુ ટેસ્ટી બનાવવા માટે તેને પલટાવ્યા બાદ બીજી બાજુ પણ તેલનો વઘાર કરો. 

8. ત્યારબાદ તેને વધુ 10 મિનિટ માટે ચડવા દો. તો તૈયાર છે સોજીનો(રવો) હાંડવો.
 
9. તમે ઇચ્છો તો આ હાંડવા પર અથાણું બનાવવા માટે બહાર તૈયાર મળતો મેથીયો મસાલો પર 
છાંટીને ખાઈ શકો. 

10. મેથીયા મસાલાને કારણે હાંડવો વધારે ટેસ્ટી લાગશે.

ફાયદાઓ:-

રવાના હાંડવામાં ફાઇબરથી ભરપૂર વેજિટેબલ ઉમેરવાથી દિવસ દરમિયાનની વિટામિન અને મિનરલ્સની જરૂરિયાત પુરી કરી શકાય.

ડાયાબિટીસ વાળા દર્દીઓ નાસ્તાના સમયે બ્લડ સુગર વધાર્યા વગર હાંડવાનો આનંદ મણિ શકે છે.


Comments

Popular posts from this blog

ગરમી સ્પેશિયલ પ્રોટીન રિચ શરબત , પળભરમાં થાક થઈ જાય છે ગાયબ,

જવ અને મગની દાળની ખીચડી