તુવેર દાણા અને મેથી નું શાક
By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic)
સામગ્રી
200 ગ્રામ મેથી
1બાઉલ તુવેર દાણા
2-4 કળી લસણ
ચપટી હળદર
1/4 ચમચી ધાણા જીરુ
તેલ વઘાર માટે
1 દેશી લાલ નાનું ટામેટું
ચપટી હીંગ
પાણી જરૂર મુજબ
રેસિપી
1. સૌ પ્રથમ મેથીના પાન વીણી લો. પછી તુવેરને પણ ફોલી લો.
2. ત્યારબાદ મેથી ની ભાજી અને તુવેરના દાણા પાણી થી સાફ કરવા.
3. ત્યારબાદ કડાઈમાં તેલ મૂકીને લસણની કળી, હિંગ, ભાજી અને દાણા ઉમેરો. પછી થોડી વાર સાંતળવા દો.
4. પછી ચમચાથી શાક ને હલાવો.
5. પછી તેમા હળદળ, ધાણાજીરું અને સ્વાદઅનુસાર મીઠું ઉમેરો, તેમાં એક નાનું દેશી સમારેલું ટામેટું ઉમેરો.
6. પછી શાકમાં દાણા ચડે એટલું પાણી ઉમેરીને વરાળથી ચડવા દેવું. તો તૈયાર છે દાણા મેથી નું શાક.
7. તો આ શાક બાજરીના રોટલા, લાલ મરચાંના અથાણું, રાયતા કેરડા, અને હળદર સાથે પીરસી એ છે.
8. જે ખાવામાં બહુ મજા આવશે.
ફાયદાઓ :-
૧. તુવેર દાણામાં અને મેથીમાં ઓછી કેલરી હોય છે.
૨. મેથી વજન ઘટાડવામાં મદદ કરે છે
૩. મેથી ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે
૪. મેથી પાચનને પ્રોત્સાહન આપે છે
૫. હૃદય માટે સારું
૬. મેથી કેલ્શિયમ અને મેગ્નેશિયમથી સમૃદ્ધ છે જે મજબૂત અને સ્વસ્થ હાડકાં માટે સારી છે.
૭. ત્વચા માટે સારું અને વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો ધરાવે છે
Comments
Post a Comment