લસણવાળી મઠ અને પાલકની ટીક્કી
લસણવાળી મઠ અને પાલકની ટીક્કી લસણની મજા માણનારા માટે આ લસણવાળી મઠ અને પાલકની ટીક્કી જેવી બીજી કોઈ વાનગી નથી. ફણગાવેલા મઠમાં અઢળક પૌષ્ટિકતા છે, જેનો તમે સામાન્ય રીતે બનતી રોજની રસોઈમાં ઉપયોગ નથી કરતાં, પણ અમે અહીં આ અદભૂત સામગ્રીનો અનોખી રીતે ઉપયોગ કરીને મજેદાર ટીક્કી બનાવી છે. મઠ માં રહેલી પૌષ્ટિકતા જળવાઈ રહે તે માટે તેને ઢાંકણવાળા પૅનમાં જ રાંધવા. આ સ્વાદિષ્ટ ટીક્કી હૃદયને ફાયદાકારક અને ચરબીને દાબમાં રાખતા લસણ અને પાલક વડે વિટામીન-એ અને ફોલીક ઍસિડ પૂરા પાડી રોગપ્રતિબંધક શક્તિમાં ઉમેરો કરે છે. By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) સામગ્રી :- ૧ ટેબલસ્પૂન ઝીણુ સમારેલું લસણ ૨ કપ ફણગાવેલા મઠ ૧ કપ પાતળી લાંબી સમારેલી પાલક ૨ ટીસ્પૂન લીંબૂનો રસ ૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ ૧ ટીસ્પૂન આદૂની પેસ્ટ ૨ ટીસ્પૂન ગરમ મસાલો મીઠું , સ્વાદાનુસાર ૩ ટીસ્પૂન તેલ , ચોપડવા અને રાંધવા માટે પીરસવા માટે પૌષ્ટિક લીલી ચટણી બનાવવાની રીત :- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ૧ કપ પાણી સાથે મટકી અને મી...