કેરેટ ઍન્ડ કેબેજ હાઇ ફાઇબર ચટની ઓપન ટોસ્ટ
કેરેટ ઍન્ડ કેબેજ હાઇ ફાઇબર ચટની ઓપન ટોસ્ટ
ગાજર અને કોબી જ્યારે સાથે વાપરવામાં આવે છે ત્યારે તેના વિરોધાભાસી રંગ ને કારણે તેમનું મિશ્રણ મોહક અને આકર્ષક લાગે છે.
આ અજોડ જોડી અને ફાઇબરથી ભરપૂર સ્વાદિષ્ટ ચટણીમાંથી બનેલ એક ભપકાદાર સૅન્ડવિચ.
તેમાં રહેલા ફાઇબરથી ભરપૂર એવા શાક અને ઘઉંના બ્રેડને લીધે પેટ જલ્દી ભરાય જાય છે અને લાંબા સમય સુધી ભુખ નથી લાગતી.
જો તમે આગલી રાત્રે ચટણી બનાવી રાખશો તો તમને સવારના નાસ્તામાં આ સૅન્ડવિચ બનાવવી સરળ બને છે.
સામગ્રી :-
૧ કપ જાડા ખમણેલા ગાજર
૧ કપ ઝીણી લાંબી સમારેલી કોબી
હાઇ ફાઇબર ચટણી , ૧ રેસિપિ
૬ ઘઉંના બ્રેડની સ્લાઇસ
મીઠું , સ્વાદાનુસાર
૧ ૩/૪ ટીસ્પૂન તેલ , ચોપડવા અને શેકવા માટે
- એક બાઉલમાં હાઇ ફાઇબર ચટણી, કોબી, ગાજર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- હવે ઘઉંના બ્રેડની બે સ્લાઇસને એક સીધી સપાટી પર મૂકી, ઉપર બનાવેલ મિશ્રણનો એક ભાગ તેની પર એકસરખો પાથરો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડો. હવે ઉપર બનાવેલ સૅન્ડવિચને તવા પર એવી રીતે મૂકો કે મિશ્રણ મૂકેલી બાજુ નીચેની તરફ આવે. હવે ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી સૅન્ડવિચને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૨ અને ૩ પ્રમાણે બાકીની સૅન્ડવિચ બનાવી લો.
- દરેક સૅન્ડવિચને ૪ સરખા ત્રિકોણાકારમાં કાપી તરત જ પીરસો.
Comments
Post a Comment